ચૈત્ર મહિનાની અમાસે લાગશે સૂર્યગ્રહણ, આ 3 રાશિના જાતકોએ ખૂબ સાચવીને રહેવું
Surya Grahan : પંચાંગ પ્રમાણે 29 માર્ચના રોજ ચૈત્ર અમાસ છે. સનાતન ધર્મમાં અમાવસનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ શુભ અવસરે સ્નાન- ધ્યાન, ભગવાન શિવની પૂજા, જપ-તપ અને દાન-પુણ્ય કરવામાં આવે છે. આ સાથે પિતૃઓનું તર્પણ તથા પિંડદાન કરવામાં આવે છે. અમાસની તિથિએ દેવાધી દેવ મહાદેવની પૂજા કરવાથી મનવાંછિત ફળ મળે છે. સાથે જીવનમાં દરેક પ્રકારના દુ:ખ તથા સંકટ દૂર થાય છે.
આ પણ વાંચો: ઔરંગઝેબના કારણે I.N.D.I.A. ગઠબંધનમાં તિરાડ! આદિત્ય ઠાકરેની માંગ- સપા નેતાની કરો ધરપકડ
ક્યારે છે સૂર્ય ગ્રહણ
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે 29 માર્ચે વર્ષનું પહેલુ સૂર્ય ગ્રહણ થવાનું છે. સૂર્ય ગ્રહણના 12 કલાક પહેલા સૂતક લાગી જાય છે. તો ચંદ્ર ગ્રહણ દરમિયાન સૂતક 9 કલાક પહેલા લાગી જાય છે. અને સૂતક દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. એટલે સૂતક પણ માન્ય નહીં ગણાય. જો કે, શાસ્ત્ર દ્વારા નિર્ધારિત નિયમોનું પાલન અવશ્ય કરો. ગ્રહણ દરમિયાન શુભ કાર્ય ન કરો. આ સિવાય ખાવા પીવામાં પણ ત્યાગ કરવો જોઈએ અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ.
મેષ રાશિ
સૂર્ય ગ્રહણ દરમિયાન મેષ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરુર છે. મેષ રાશિના જાતરોએ સૂર્યદેવની વિશેષ કૃપા રહે છે. તો રાહુ અને સૂર્ય વચ્ચે દુશ્મનીના સંબંધ છે. એટલે મેષ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરુર છે. શુભ કામની શરુઆત ન કરવી. તમારી વાણી પર કન્ટ્રોલ રાખવો. કોઈની પણ સાથે વાદ વિવાદમાં ન ઉતરશો. વડીલોની સેવા અને સમ્માન કરો. ગ્રહણ દરમિયાન નકારાત્મક જગ્યાઓ પર જવાથી બચવું જોઈએ.
સિંહ રાશિ
સિંહ રાશિનો સ્વામી સૂર્ય દેવ છે, જે આત્માનો કારક છે અને આરાધ્ય ભગવાન વિષ્ણુ છે. સિંહ રાશિના જાતકો પર સૂર્યદેવની અસીમ કૃપા રહેલી છે. સિંહ રાશિના જાતકોએ ગ્રહણના દિવસે સાવધાન રહેવાની જરુર છે. કોઈ કારણ વગર ઘરમાંથી બહાર ન નીકળવું. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. માનસિક તણાવની સમસ્યા થઈ શકે છે. શિવજીના નામનું જાપ કરો. કારણ વગર કોઈની વાતમાં ધ્યાન ન આપો. કોઈની સાથે દલીલમાં ન ઉતરો. તામસિક ખોરાકનું સેવન ન કરવું. રોકાણ કરવાનું હમણાં ટાળો.
આ પણ વાંચો: IIT બાબાએ જીવન ટૂંકાવવાની ધમકી આપી: પોલીસ પહોંચી તો કહ્યું- મેં ગાંજો પીધો હતો
મીન રાશિ
મીન રાશિના જાતકોને ચૈત્ર અમાવસ્યાના દિવસે સાવધાન રહેવાની જરુર છે. શુભ કાર્ય કરવાનું ટાળો. કોઈની માટે ખોટું ન વિચારો. ગ્રહણ દરમિયાન વિષ્ણુજીના નામનો જાપ કરો. મુસાફરી કરવાનું ટાળો. કોઈને ઉધાર ન આપો. વ્યાપાર સાથે જોડાયેલા કોઈ મહત્ત્વના નિર્ણય લેવાનું ટાળો. માનસિક તણાવથી હેરાનગતિ થઈ શકે છે. વિચારોમાં મતભેદ જોવા મળશે. ગ્રહણ પછી સફેદ અને પીળા રંગની વસ્તુઓનું દાન કરો.