સોમવતી અમાસે જ સૂર્યગ્રહણ: જોકે નહીં લાગે સૂતકકાળ, જાણો પૂજનનું શુભ મુહૂર્ત

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
સોમવતી અમાસે જ સૂર્યગ્રહણ: જોકે નહીં લાગે સૂતકકાળ, જાણો પૂજનનું શુભ મુહૂર્ત 1 - image


                                                                      Image: Freepik

Solar Eclipse 2024: સોમવતી અમાસને હિંદુ ધર્મમાં ખૂબ મહત્વની માનવામાં આવે છે. જ્યારે અમાસ સોમવારના દિવસે આવે છે તો તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. ચૈત્ર અમાસ આ વખતે 8 એપ્રિલ 2024 સોમવારે આવી રહી છે. સોમવતી અમાસના દિવસે સૂર્ય ગ્રહણ થવુ મહત્વપૂર્ણ ઘટના છે. સૂર્ય ગ્રહણ આમ તો મહત્વની ખગોળીય ઘટના છે અને તેને હિંદુ ધર્મ-જ્યોતિષમાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કેમ કે ગ્રહણની જન-જીવન પર મોટી અસર દેખાય છે. સોમવતી અમાસના દિવસે લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને વિશેષ પૂજન-પાઠ, દાન વગેરે કરે છે. તેનાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ મળે છે. 

સોમવતી અમાસના દિવસે પૂર્ણ સૂર્ય ગ્રહણ

વર્ષ 2024નું પહેલુ સૂર્ય ગ્રહણ 8 એપ્રિલ 2024એ સોમવતી અમાસના દિવસે થઈ રહ્યું છે. આ પૂર્ણ સૂર્ય ગ્રહણ છે. આ સૂર્ય ગ્રહણ સૌથી વધુ અમેરિકા પર અસર નાખશે. 8 એપ્રિલે થઈ રહેલુ સૂર્ય ગ્રહણ છેલ્લા 50 વર્ષોથી સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ છે. તેનાથી ઘણા અમેરિકી રાજ્યોમાં થોડા સમય માટે પૂર્ણ અંધારુ છવાઈ જશે. વર્ષ 2024નું પહેલુ સૂર્ય ગ્રહણ અમેરિકા, ઉત્તરી યુરોપ, એશિયા અને ઓસ્ટ્રેલિયાના અમુક ભાગોમાં જોવા મળશે. જોકે ભારતમાં આ ગ્રહણ જોવા મળશે નહીં. 

સૂર્ય ગ્રહણનો સૂતક કાળ

સૂર્ય ગ્રહણનો સૂતક કાળ 12 કલાક પહેલા શરૂ થઈ જાય છે. સૂર્ય ગ્રહણ ભારતીય સમયાનુસાર 8 એપ્રિલની રાત્રે 09.12 થી શરૂ થશે અને 8-9 એપ્રિલની મધ્યરાત્રિ 02.22 મિનિટ પર પૂર્ણ થશે. રાત્રે લાગવાના કારણે આ સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. ભારતમાં સૂર્ય ગ્રહણ જોવા ન મળવાના કારણે તેનો સૂતક કાળ પણ માનવામાં આવશે નહીં. દરમિયાન સોમવતી અમાસની પૂજા, સ્નાન-દાન, અનુષ્ઠાન પર કોઈ અસર પડશે નહીં. તમામ પૂજા-પાઠ સામાન્ય રીતે કરવામાં આવશે.

સોમવતી અમાસ 2024 પૂજા મુહૂર્ત

પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ તિથિની શરૂઆત 8 એપ્રિલની સવારે 03.21 મિનિટથી થશે અને રાત્રે 11.50 મિનિટ પર પૂર્ણ થશે. 8 એપ્રિલે જ અમાસ માનવામાં આવશે. આ અમાસ સોમવારના દિવસે છે તેથી તેને સોમવતી અમાસ કહેવાશે. સોમવતી અમાસ પર સ્નાન અને દાન માટે શુભ સમય સવારે 04.32 મિનિટથી લઈને સવારે 05.18 મિનિટ સુધી છે.


Google NewsGoogle News