સૂર્યગ્રહણ 14એ અને ચંદ્રગ્રહણ 28 તારીખે, સૂતક કાળ અંગેની આ ખાસ વાત જાણી લો

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
સૂર્યગ્રહણ 14એ અને ચંદ્રગ્રહણ 28 તારીખે, સૂતક કાળ અંગેની આ ખાસ વાત જાણી લો 1 - image


                                                    Image Source: Freepik

અમદાવાદ, તા. 13 ઓક્ટોબર 2023 શુક્રવાર

14 ઓક્ટોબરે અમાસ પર સૂર્યગ્રહણ થશે. ભારતીય સમય અનુસાર રાત્રે 08.34 વાગે આ ગ્રહણનો આરંભ થશે તથા આ ગ્રહણ 15 ઓક્ટોબરે બપોરે 02.26 વાગે પૂર્ણ થશે. ભૌગોલિક સ્થિતિ અનુસાર આ કંકણ સૂર્ય ગ્રહણ અમેરિકા, મેક્સિકો, બ્રાઝિલ, કોલંબિયા વગેરે દેશોમાં જોવા મળશે. ગ્રહણ પહેલા સૂતક લાગી જાય છે. વ્યક્તિના જીવનમાં સૂતક ઘણા પ્રકારે લાગે છે. કોઈકના જન્મ સમયે, કોઈકના મૃત્યુ સમયે ગ્રહણ કાળમાં પણ સૂતક માનવામાં આવે છે. 

આમાંથી દરેક સૂતકનો ટાઈમ જુદો-જુદો હોય છે. બાળકના જન્મ સમયનું સૂતક 40 દિવસનું માનવામાં આવે છે. આ સિવાય કોઈકના મૃત્યુમાં 13 દિવસ, 40 દિવસ સુધી સૂતક માનવામાં આવે છે. ગ્રહણ ખાસ કરીને સૂર્ય ગ્રહણનું સૂતક 12 કલાક પહેલા લાગી જાય છે અને ચંદ્ર ગ્રહણનું સૂતક 9 કલાક પહેલા લાગી જાય છે. સૂતક કાળમાં મંદિરમાં જઈ શકાતુ નથી અને ભગવાનને સ્પર્શ કરી શકાતા નથી. સૂતક કાળ શરૂ થતા જ પૂજા પાઠ બંધ કરી દેવામાં આવે છે. મંદિરોના કપાટ બંધ થઈ જાય છે. આ વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ 29 ઓક્ટોબરે 01.06 રાત્રે શરૂ થશે અને બપોરે 02.22 મિનિટે ખતમ થઈ જશે. ભારતમાં ગ્રહણનો સમયગાળો 1 કલાક 16 મિનિટનો હશે. 

ચંદ્રગ્રહણ જે 28 ઓક્ટોબરની રાત્રે અને 29 ઓક્ટોબરે બપોરે થશે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે અને તેનુ સૂતક કાળ માન્ય થશે. તેથી 28 ઓક્ટોબરે સાંજથી જ સૂતકના તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. 28 ઓક્ટોબરે મંદિરોના કપાટ સાંજે 7 વાગ્યાથી બંધ કરી દેવામાં આવશે. જે બાદ ગ્રહણના બાદ જ મંદિર ખોલવામાં આવશે. ગ્રહણ બાદ દાન વગેરેનું પણ વિશેષ મહત્વ છે. તેનાથી ગ્રહણના ઘણા અશુભ પ્રભાવ ઓછા થઈ જશે. તેથી આ સમયે મંદિરમાં દર્શન કરવા ન જવુ.  


Google NewsGoogle News