વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ બે દિવસ બાદ, રાશિઓ પર પડશે જુદી જુદી અસર

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ બે દિવસ બાદ, રાશિઓ પર પડશે જુદી જુદી અસર 1 - image


નવી દિલ્હી,તા.12 ઓક્ટોબર 2023, ગુરુવાર     

આ વર્ષે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ અશ્વિન મહિનાની અમાવાસ્યાના દિવસે થવાનું છે. સૂર્યગ્રહણના બીજા દિવસથી શારદીય નવરાત્રિ પણ શરૂ થશે. આ સૂર્યગ્રહણ અમેરિકા, મેક્સિકો, બ્રાઝિલ, કોલંબિયા વગેરે દેશોમાં દેખાશે. આ ગ્રહણ ભારતમાં ક્યાંય દેખાશે નહીં. ભારતીય સમય અનુસાર, આ ગ્રહણ રાત્રે 08:34 કલાકે શરૂ થશે અને 15 ઓક્ટોબરના રોજ સવારે 02:26 કલાકે સમાપ્ત થશે. 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જ્યારે સૂર્યગ્રહણ થાય છે ત્યારે તમામ 12 રાશિઓ પર જુદી જુદી અસર થાય છે.

મેષ – આ રાશિના મનમાં ઉતાર-ચઢાવ રહેશે. સ્વ-નિયંત્રિત રહો. ગુસ્સો કરવાથી બચવુ. નોકરીના ઈન્ટરવ્યુ વગેરેમાં સફળતા મળશે. 

વૃષભ- વાણીમાં મધુરતા રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે પરંતુ તેમ છતાં આત્મસંયમ રાખશો. ધીરજ જાળવી રાખો. નોકરીમાં અધિકારીઓ સાથે બિનજરૂરી દલીલમાં પળવુ નહીં. 

મિથુન- સ્વ-નિયંત્રિત રહેવુ. ધીરજનો અભાવ રહેશે. પરિવાર તરફથી સહયોગ મળશે. અભ્યાસમાં રસ વધશે. આવકમાં ઘટાડો અને ખર્ચમાં વધારો થવાની સ્થિતિ બની શકે છે.

કર્કઃ- મન શાંત અને સંપૂર્ણ આત્મવિશ્વાસ પણ રહેશે. વેપારમાં પરિવર્તનની શક્યતાઓ છે. નોકરીમાં તમને અધિકારીઓનો સહયોગ મળશે. 

સિંહ-આ રાશિના જાતકોને આત્મવિશ્વાસ પણ રહેશે. પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે. તમને તમારા માતા-પિતા તરફથી સહયોગ મળશે. શૈક્ષણિક કાર્યમાં તમને સફળતા મળશે.

કન્યા - આત્મવિશ્વાસની કમી રહેશે. સ્વ-નિયંત્રિત રહો. બિનજરૂરી ગુસ્સાથી બચવુ.

નોકરીમાં ઉન્નતિની તક મળશે. પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે.

તુલા- મન પ્રસન્ન રહેશે, પરંતુ આત્મવિશ્વાસની કમી રહેશે. પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે. તમને તમારા પિતા પાસેથી પૈસા મળી શકે છે. વેપારમાં વૃદ્ધિ થશે. 

વૃશ્ચિક- આ રાશિના જાતકોનું મન પરેશાન રહેશે. આત્મવિશ્વાસનો અભાવ રહેશે. વાતચીતમાં ધીરજ રાખો. બિનજરૂરી ઝઘડા અને વિવાદો ટાળો. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રાનું આયોજન થઈ શકે છે.

ધનુ - તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, પરંતુ વધુ પડતા ઉત્સાહથી બચો. સ્વ-નિયંત્રિત રહો. બિનજરૂરી ગુસ્સાથી બચો. નોકરીમાં તમને અધિકારીઓનો સહયોગ મળશે. પ્રગતિની તકો મળશે.

મકર - આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. પારિવારિક જીવન સુખમય રહેશે. તમારા બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પ્રગતિની તકો મળશે.

કુંભ - તમને મિત્રોનો સહયોગ મળશે. તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, પરંતુ સાથે સાથે આત્મસંયમ પણ રાખશો. તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો. વાતચીતમાં સંતુલન જાળવો. આસપાસ વધુ દોડધામ થશે. 

મીન - બિનજરૂરી ગુસ્સો અને વાદ-વિવાદ ટાળો. શૈક્ષણિક કાર્યમાં તમને સફળતા મળશે. વેપારમાં વૃદ્ધિ થશે. કામકાજને કારણે દોડધામ થશે. આવકમાં વધારો થશે.


Google NewsGoogle News