ધનલાભના પ્રબળ યોગ, અટકેલાં કામ બનશે: મેષમાં અસ્ત થશે શુક્ર, આ 3 રાશિના જાતકોને ફાયદો
Venus sets in Aries, Venus movement : જ્યોતિષ શાસ્ત્ર એ એક વૈદિક કાલીન વિદ્યા છે, જેમાં ગ્રહોની ગતિ અને તેના પ્રભાવથી મનુષ્યના ભવિષ્યફળનું અધ્યયન કરવામાં આવે છે. વૈદિક જ્યોતિષમાં સૂર્ય, ચંદ્ર, મંગલ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુ - કેતુ એમ નવગ્રહોને માન્યતા આપવામાં આવેલી છે. આ બધા ગ્રહો ગોચર કરતા દરેક રાશિમાં અમુક સમય માટે રહે છે અને તેમની અસરોના વિશ્લેષણથી રાશિફળ બને છે. જ્યોતિષમાં જન્મ કુંડળી હંમેશથી દરેક વ્યક્તિ માટે જિજ્ઞાસાનું વિષય રહ્યો છે. અને તેમા પણ ગ્રહો તેમની ગતિ બદલે છે જેમા દરેક રાશિ પર તેનું અલગ- અલગ ફળ મળે છે. હાલમાં મેષ રાશિમાં શુક્રનો અસ્ત થવા જઈ રહ્યો છે. જેના કારણે કેટલીક રાશિઓ પર માં લક્ષ્મીની કૃપા વરસવાની છે.
આવનારા 5 દિવસ પછી શુક્ર તેની ગતિમાં ફેરફાર કરવાનો છે. મેષ રાશિમાં ગોચર કરના બરાબર 3 દિવસ પછી શુક્ર અસ્ત થવા જઈ રહ્યો છે. મેષ રાશિમાં શુક્ર અસ્ત થવાને કારણે કેટલીક રાશિઓ પર દેવી લક્ષ્મીની કૃપા થવાની છે. તા. 28 એપ્રિલથી શુક્ર અસ્ત અવસ્થામાં ગોચર કરશે. આવો જાણીએ કે મેષ રાશિમાં શુક્ર અસ્ત થવાને કારણે કઈ કઈ રાશિના લોકો માટે માલામાલ થવાનો યોગ બની રહ્યો છે.
મેષ રાશિ
મેષ રાશિમાં શુક્ર અસ્ત થવાને કારણે વૃષભ રાશિના લોકોને ઘણો ફાયદો થશે. આ રાશિના લોકોને તેમની આવકમાં વધારો થઈ શકે છે. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ બની રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. કોઈ પણ મિત્રની મદદથી જીવનમાં મુશ્કેલીઓ દૂર થવા લાગશે અને જીવન સુખમય બનશે.
મિથુન રાશિ
મેષ રાશિમાં શુક્રના અસ્ત થવાની મિથુન રાશિના જાતકોને લાભ મળી શકે છે. આ જાતકોની આર્થિક સમસ્યાનો ધીરે -ધીરે અંત આવશે. તમારા બોસ અને સહકર્મીઓના સહયોગથી તમે તમારા કરિયરમાં દરેક કાર્યોને ખૂબ સારી રીતે પૂરા કરી કરશો. કોઈ વિદેશ પ્રવાસની પણ સંભાવના પણ જોવા મળી રહી છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરુરી છે.
કન્યા રાશિ
શુક્રની આ બદલાયેલી ચાલથી કન્યા રાશિના જાતકો માટે શુભ પરિણામ લઈને આવશે. આ રાશિના જાતકો માટે વર્ષોથી અટકેલા કામ પૂરા થવા લાગશે. નાણાકીય લાભની પ્રબળ શક્યતાઓ છે. સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે. શુક્રના શુભ પ્રભાવને કારણે કરિયરમાં પ્રમોશનની પણ સંભાવના છે.