Get The App

વર્ષના અંતિમ શનિવારે બની રહ્યો છે શુભ યોગ, પોતાનું ભાગ્ય બદલવા માંગતા હોય તો આજે કરી લો આ કાર્ય

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
વર્ષના અંતિમ શનિવારે બની રહ્યો છે શુભ યોગ, પોતાનું ભાગ્ય બદલવા માંગતા હોય તો આજે કરી લો આ કાર્ય 1 - image


Image Source: Twitter

અમદાવાદ, તા. 30 ડિસેમ્બર 2023 શનિવાર

શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે. આજે એટલે કે 30 ડિસેમ્બરે વર્ષ 2023નો અંતિમ શનિવાર છે. જો તમારી કુંડલીમાં શનિ દોષ છે તો આ શનિવારના દિવસે કરવામાં આવેલા અમુક ઉપાય કરવાથી તમને રાહત મળી શકે છે. આજે વર્ષના અંતિમ શનિવાર પર શુભ યોગ બની રહ્યો છે. આજે શનિ શુક્રનો કેન્દ્ર યોગ બની રહ્યો છે. આજે બંને ગ્રહ એકબીજાથી કેન્દ્ર ભાવમાં રહેશે. આ શુભ યોગમાં આજે કરવામાં આવેલા અમુક ઉપાય કિસ્મત બદલવાનું કામ કરી શકે છે. 

વર્ષના અંતિમ શનિવારે કરો આ કાર્ય

આજના દિવસે સ્નાન કર્યા બાદ શનિ દેવની વિધિપૂર્વક પૂજા કરો. આજે શનિ દેવનો સરસવનું તેલ અને કાળા તલથી અભિષેક કરો. વર્ષના અંતિમ શનિવાર પર શનિ મંદિર જાવ અને તેમના દર્શન કરીને તેમની કૃપા મેળવો. જે બાદ શનિ દોષથી મુક્તિની પ્રાર્થના કરો. આજે બની રહેલા શુભ યોગના પ્રભાવથી શનિ દેવ ઝડપથી પ્રસન્ન થશે. જો તમે શનિ દોષ કે સાડાસાતીથી પરેશાન છો તો તેનાથી રાહત મેળવવા માટે આજે તમારી પાસે સારી તક છે.

વર્ષના અંતિમ શનિવારની સાંજે શનિ મંદિરમાં જઈને પીપળાના વૃક્ષ પર જળ અર્પણ કરો અને સરસવના તેલ પર દીવો પ્રગટાવો. તેનાથી તમને ભાગ્યનો સાથ મળશે અને તમારા તમામ કાર્ય પૂરા થશે. આજના દિવસે કાળા કૂતરાને સરસવના તેલથી બનેલી રોટલી ખવડાવો. શનિવારના દિવસે કાગડાને ભોજન જમાડવુ પણ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આવુ કરવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે અને ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે.

શાસ્ત્રો અનુસાર હનુમાનજીના ભક્તોને શનિદેવ ક્યારેય પરેશાન કરતા નથી. દરમિયાન આજે વર્ષના અંતિમ શનિવારના દિવસે તમારે સાચા મનથી હનુમાનજીની પણ આરાધના કરવી જોઈએ. આજે હનુમાનજીને ચમેલીના તેલનો દીવો દાન કરો અને સિંદૂર ચઢાવો.

શનિ દોષથી મુક્તિ માટે આજના દિવસે હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. તેનાથી શનિદેવ પ્રસન્ન થશે અને તમને બજરંગબલીની પણ કૃપા પ્રાપ્ત થશે. વર્ષના અંતિમ શનિવારે આજે દિલથી ગરીબોની સેવા કરો. આજના દિવસે જરૂરિયાતમંદોને કાળા તલ, વસ્ત્ર, અડદની દાળ, જૂતા-ચપ્પલ અને ધાબળાનું દાન કરવુ જોઈએ. તેનાથી શનિ દેવ પ્રસન્ન થાય છે અને ભક્તોને પોતાના આશીર્વાદ આપે છે.


Google NewsGoogle News