144 વર્ષ બાદ પૌષ પૂર્ણિમા પર અતિ શુભ સંયોગ, આ રાશિના જાતકો પર થશે મા લક્ષ્મીની કૃપા
Paush Purnima 2025: આ વખતે પોષ મહિનાની પૂર્ણિમા 13 જાન્યુઆરી 2025ના રોજ મનાવવામાં આવશે. આ દિવસે સ્નાન અને દાન આપવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. કારણ કે આ વખતે પોષ મહિનાની પૂર્ણિમાના દિવસે 12 વર્ષ પછી પ્રયાગરાજમાં મહા કુંભ મેળા ભરાવાનો છે. જેના કારણે આ દિવસનો મહિમા ખૂબ જ વધુ વધી ગયો છે.
આ પણ વાંચો: Maha Kumbh 2025: 7 ફૂટ લાંબી જટાધારી બાબા આકર્ષણનું કેન્દ્ર, 40 વર્ષથી વાળ નથી કપાવ્યા
જોકે, આ વખતે પોષ પૂર્ણિમાને ખાસ માનવામાં આવી રહી છે તેનું પણ એક કારણ છે. કારણ કે 144 વર્ષ પછી આ દિવસે સૂર્ય, ચંદ્ર, શનિ અને ગુરુ ગ્રહનો યુતિ બની રહી છે. જેના કારણે કેટલીક રાશિઓને ફાયદો થવાનો છે.
મિથુન રાશિ
પોષ પૂર્ણિમાથી મિથુન રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થશે. જીવનમાં ખુશીઓ આવશે. દેવી લક્ષ્મીની કૃપાથી તમને આર્થિક લાભ મળશે. વ્યાવસાયિક જીવન પણ સારું રહેશે.
કર્ક રાશિ
પોષ મહિનાની પૂર્ણિમાથી કર્ક રાશિના જાતકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે. તમને નવા મિત્રોનો સહયોગ મળશે. આર્થિક બાબતોમાં તમને સફળતા મળશે. નાણાકીય લાભ માટે નવી તકો મળશે.
વૃશ્ચિક રાશિ
પોષ મહિનાની પૂર્ણિમાથી વૃશ્ચિક રાશિના લોકો માટે પણ શુભ માનવામાં આવે છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ સમય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારા કાર્યસ્થળમાં પ્રગતિ જોવા મળશે.
આ પણ વાંચો: વરદાન નહીં શ્રાપનું પરિણામ છે કુંભ... પુરાણોમાં છુપાયેલી આ કહાણી તમે નહીં જાણતા હોવ
મકર રાશિ
પોષ મહિનાની પૂર્ણિમા મકર રાશિના લોકો માટે પણ શુભ માનવામાં આવે છે. કાર્યસ્થળ પર સહકર્મીઓનો સહયોગ મળશે. ધંધાકીય નવી તકો ઉપલબ્ધ થશે. જો તમે મહેનત અને ખંતથી કામ કરશો તો તમે પ્રગતિ કરી શકશો.