ભગવાન શ્રીરામનો સૌથી શક્તિશાળી મંત્ર, જે વાંચવાથી થાય છે તમામ દુ:ખ દૂર
પ્રભુ શ્રીરામને હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે.
Image Twitter |
પ્રભુ શ્રીરામને હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુનો માનવ અવતાર માનવામાં આવે છે. શ્રીરામ ભગવાન અયોધ્યાના મહારાજા દશરથના 4 પુત્રોમાં સૌથી મોટા પુત્ર હતા. તેમને સુર્યવંશી કહેવામાં આવે છે, જેનો અર્થ છે સુર્યના વંશજ.
સૌથી સરળ પરંતુ સૌથી શક્તિશાળી મંત્ર છે 'રામ' નામ મંત્ર
ભગવાન શ્રીરામના શક્તિશાળી મંત્રની વાત કરવામાં આવે તો સૌથી સરળ પરંતુ સૌથી શક્તિશાળી મંત્ર છે 'રામ' નામ મંત્ર. એવુ કહેવામાં આવે છે કે 'રામ' નું ઉચ્ચારણ માત્ર જ જીવનમાં પરિવર્તન આવે છે. રામ નામના ઉચ્ચારણ માત્રથી તમારી અંદર નવી ઉર્જાનો પ્રવાહ શરુ થાય છે.
સૌથી શક્તિશાળી મંત્ર છે રામ, જય શ્રી રામ
રામ નામ દિવ્ય ઉર્જાનુ પ્રતિનિધિત્વ કરે છે અને ભગવાનનો સાર માનવામાં આવે છે. એટલા માટે પ્રભુ શ્રીરામનો સૌથી શક્તિશાળી મંત્ર છે રામ, જય શ્રી રામ. આ સરળ શબ્દને દરેક બાળક, મોટા કે વૃદ્ધ તેનો જપ કરી શકે છે. આ શબ્દમાં જે શક્તિ છે કે જેનાથી તમારા જીવનમાં સુખ-શાંતિ આવે છે.
ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ:
રામજી વિષ્ણુનો સાતમો અવતાર હતો. આ સાથે સાથે તમે વિષ્ણુજીનો આ મંત્રનો જાપ કરી શકો છો. વિષ્ણુજીનો મંત્ર છે. - ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ: