Shravan Special : બદ્રીનાથધામના મુખ્ય પૂજારી ધારણ કરે છે સ્ત્રીનો વેશ, જાણો કપાટ બંધ કરવાની અનોખી પરંપરા
ગર્ભ ગૃહમાં અખંડ જ્યોત પ્રગટાવવાની સાથે સાથે સ્ત્રીનો વેશ પણ એક પરંપરા
શું આપ જાણો છો બદ્રીનાથ ધામનાં મુખ્ય પૂજારી સ્ત્રી વેશ કેમ ધારણ કરે છે ? ચારધામમાં બદ્રીનાથ ધામનું અનન્ય મહત્વ છે. શિયાળાની ઋતુના પ્રભાવમાં બદ્રીનાથ યાત્રાધામનાં કપાટ છ મહિના માટે બંધ થાય છે ત્યારે મંદિરનાં ગર્ભ ગૃહમાં અખંડ જ્યોત પ્રગટાવવાની સાથે સાથે બીજી એક પરંપરા છે અને એ ખાસ પરંપરા એટલે બદ્રીશ પંચાયતનાં મુખ્ય પુજારી દ્વારા ધારણ કરવામાં આવતો સ્ત્રી વેશ.
સ્ત્રી વેશ ધારણ કરવા પાછળ આ છે માન્યતા
મંદિરના રાવલ પુરુષ હોવાથી મા લક્ષ્મીની મૂર્તિને સ્પર્શ કરવો ઉચિત ન માનતા દેવી લક્ષ્મીનાં સખી બને છે અને સ્ત્રી વેશ ધારણ કરે છે. કપાટ બંધ થયાનાં એક દિવસ પહેલા વિષ્ણુપત્ની મહા લક્ષ્મીને બદ્રીશ પંચાયતમાં વિરાજવા નિમંત્રણ અપાય છે.
એવી માન્યતા છે કે ઉદ્ધવ જી, ભગવાન કૃષ્ણના બાળપણના મિત્રની સાથે તેમના કરતા પણ મોટા હતા, જે સંબંધથી તેઓ માતા લક્ષ્મીના મોટા ભાઈ બન્યા. હિંદુ પરંપરા મુજબ પુત્રવધૂ ભાઈ-ભાભીની સામે આવતી નથી, તેથી જ ઉદ્ધવજી મંદિરમાંથી બહાર આવે છે ત્યારે જ માતા લક્ષ્મી મંદિરમાં બેસે છે. માતા લક્ષ્મીની મૂર્તિને ડોળી પર અન્ય લોકો દ્વારા સ્પર્શ કરવો જોઈએ નહીં, મંદિરના પૂજારીઓ માતા લક્ષ્મીની સખી એટલે કે મહિલાઓનું રૂપ ધારણ કરે છે અને માતાની મૂર્તિને ઉપાડે છે.
છ મહિના સુધી બદ્રીશ પંચાયતમાં નિવાસ
મંદિરનાં રાવલ દ્વારા નિભાવવામાં આવતી આ પરંપરા માત્ર બાહ્ય રીતે સ્ત્રીવેશ ધારણ કરવા પૂરતી નથી. માનનીય રાવલ પૂરા હૃદયભાવથી સ્ત્રીભાવોને આત્મસાત કરી અતિ શાલીનતાપૂર્ણ અને સન્માન મા મહાલક્ષ્મીને ખોળામાં લઇ ભગવાન બદ્રીનાથના ગર્ભ ગૃહમાં વિરાજિત કરાય છે અને કપાટ બંધ થાય તે દિવસથી લઇ છ મહિના સુધી દેવી લક્ષ્મી બદ્રીશ પંચાયતમાં નિવાસ કરે છે.
કપાટ બંધ કરવાની તૈયારી પાંચ દિવસ પૂર્વે શરુ થાય છે
ભગવાન બદ્રીનાથનું ધામ ભારતનાં મુખ્ય ચારધામમાનું એક યાત્રા ધામ છે. ભગવાન બદ્રીવિશાલ ધામનાં કપાટ બંધ કરવાની તૈયારી પાંચ દિવસ પૂર્વે શરુ થઇ જાય છે.એમાં મંદિરનાં રાવલ દ્વારા ધારણ કરવામાં આવતો સ્ત્રી વેશ વર્ષોથી ચાલી આવતી ખાસ પરંપરાઓ માનો એક છે.