Kharmas 2023: ખરમાસમાં તુલસીના છોડની પૂજા કરવી જોઈએ કે નહીં, જાણો શું છે માન્યતા

Updated: Dec 11th, 2023


Google NewsGoogle News
Kharmas 2023: ખરમાસમાં તુલસીના છોડની પૂજા કરવી જોઈએ કે નહીં, જાણો શું છે માન્યતા 1 - image


Image Source: Wikipedia

અમદાવાદ, તા. 11 ડિસેમ્બર 2023 સોમવાર

હિંદુ ધર્મમાં તુલસીનું ખૂબ મહત્વ હોય છે. સવારે-સાંજે તુલસીની પૂજા કરવાની સાથે જ માતા તુલસી અને ભગવાન વિષ્ણુની સાથે પૂજા પણ કરવામાં આવે છે. થોડા દિવસ પહેલા જ તુલસીજીના વિવાહ પણ થયા અને હવે આગામી અમુક દિવસોમાં ખરમાસ શરૂ થવાનો છે. દરમિયાન ખરમાસના દિવસોમાં તુલસી સાથે જોડાયેલી અમુક વાતોનું ધ્યાન રાખવુ જરૂરી હોય છે. આ વર્ષે ખરમાસની શરૂઆત 16 ડિસેમ્બર શનિવાર 2023થી થવાની છે. દરમિયાન આ દિવસોમાં કોઈ પણ માંગલિક કે શુભ કામ થતા નથી. 

ખરમાસ અને તુલસીનો છોડ

આમ તો લોકો સવારે અને સાંજે તુલસીની પૂજા કરે છે, ઘીનો દીવો પ્રગટાવે છે, તુલસી પર સવારે જળ ચઢાવવાની સાથે જ આરતી ઉતારે છે પરંતુ ખરમાસમાં આપણે આવુ કરવુ જોઈએ નહીં. 

ખરમાસમાં તુલસી પર આ વસ્તુઓ ચઢાવો નહીં

ખરમાસ દરમિયાન તુલસી પર ભૂલથી પણ સિંદૂર કે પછી સૌભાગ્યની સામગ્રી કે પૂજા સામગ્રી ચઢાવવી જોઈએ નહીં.

તુલસીના પાન તોડવા જોઈએ નહીં

ખરમાસમાં એકાદશી, મંગળવાર અને રવિવારના દિવસે તુલસીના પાન તોડવા જોઈએ નહીં. સાથે જ આ દિવસે તુલસી પર જળ ચઢાવવુ જોઈએ નહીં. 

કહેવાય છે કે આવુ કરવાથી નકારાત્મકતા આવવા લાગે છે અને ઘરમાં રૂપિયાની સમસ્યા પણ શરૂ થઈ જાય છે. તેથી ખરમાસના દિવસોમાં તુલસી પર આ ઉપાય કરવો જોઈએ નહીં. તમે સવારે-સાંજે તુલસી પર ઘીનો દિવો પ્રગટાવી શકો છો.

શિયાળાની સીઝનમાં તુલસીને બચાવો

ખરમાસના મહિનામાં ખૂબ વધુ ઠંડી પડે છે, દરમિયાન તુલસીનો છોડ કરમાઈને સૂકાઈ જાય છે. તેનાથી બચવા માટે તમે તુલસી પર એક સ્વચ્છ પાતળુ કપડુ નાખી શકો છો. તેનાથી ઠંડી હવા સીધી તુલસીને લાગતી નથી અને આકરા તડકાથી પણ તુલસીનો બચાવ થઈ જશે.


Google NewsGoogle News