Get The App

વાસ્તુ ટિપ્સ: ઘરમાં આ 5 જગ્યાઓ પર ભૂલથી પણ ન રાખવા જોઈએ જૂતાં-ચંપલ, પરિવારમાં આવે છે આર્થિક તંગી

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
વાસ્તુ ટિપ્સ: ઘરમાં આ 5 જગ્યાઓ પર ભૂલથી પણ ન રાખવા જોઈએ જૂતાં-ચંપલ, પરિવારમાં આવે છે આર્થિક તંગી 1 - image


Vastu Shastra : ઘરમાં વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવાના અનેક ફાયદા છે. જો વાસ્તુના નિયમોનું પાલન ન કરવામાં આવે તો વાસ્તુ દોષ લાગે છે, જેના કારણે ઘરમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યારે આજે અમે તમને ઘરમાં એક એવી જગ્યા વિશે જણાવીશું, જ્યાં ભૂલથી પણ જૂતાં - ચંપલ ન રાખવા જોઈએ. કેટલાક લોકો વિચાર્યા વગર ગમે ત્યાં પોતાના જૂતાં-ચંપલઉતારી દેતા હોય છે. જેના કારણે વિવિધ સમસ્યાઓ ઉભી થાય છે. ચાલો આજે જૂતાં-ચંપલ રાખવા માટેના વાસ્તુશાસ્ત્રના નિયમો જાણીએ.

 આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં બટુક ભોજન પછી 30થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગ થતા દોડધામ, તપાસ હાથ ધરાઈ

  1. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરના બેડરૂમમાં ક્યારેય પગરખાં અને ચપ્પલ રાખવા જોઈએ નહીં. એવું કહેવાય છે કે, તેના કારણે લગ્નજીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમજ પતિ-પત્ની વચ્ચે ઝઘડા પણ વધે છે.
  2. તુલસીના છોડને હિન્દુ ધર્મમાં પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. એટલે ભૂલથી પણ ક્યારેય તુલસીના છોડની આજુબાજુ  જૂતા-ચંપલ ઉતારવા જોઈએ નહીં. તેનાથી ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે અને નકારાત્મકતા ફેલાઈ શકે છે.
  3. હિંદુ ધર્મમાં અગ્નિ અને અન્નને પણ પૂજનીય માનવામાં આવે છે. એટલે ઘરના રસોડામાં જૂતાં - ચંપલ ન રાખવા જોઈએ. આ કારણે પરિવારના સભ્યોને અશુભ પરિણામોનો સામનો કરવો પડી શકે છે.
  4. હિંદુ ધર્મમાં ઉત્તર-પૂર્વને ધનની દેવી લક્ષ્મીની દિશા માનવામાં આવે છે. એટલે જૂતાં - ચંપલ આ દિશામાં રાખવા અશુભ માનવામાં આવે છે. તેનાથી નાણાકીય કટોકટી આવી શકે છે. આર્થિક નુકસાન પણ થઈ શકે છે.
  5. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર જૂતાં - ચંપલ  ન રાખવા જોઈએ. આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. અહીં જૂતાં- ચંપલ રાખવાથી આર્થિક મુશ્કેલી આવી શકે છે.

ડીસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે અને ગુજરાત સમાચાર તેની પુષ્ટિ કરતું નથી.


Google NewsGoogle News