2025 માટે બાબા વેંગા આને નોસ્ત્રેદમસની ભયાનક ભવિષ્યવાણીઓ! યુદ્ધ અને મહામારીનો ઉલ્લેખ
2025 Future Prediction BY Baba Vanga: ભવિષ્યવેત્તા બાબા વેંગા અને નોસ્ત્રેદમસની વર્ષ 2025 માટે અજીબો-ગરીબ ભવિષ્યવાણી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. પોતાના આશ્ચર્યનજક પૂર્વાનુમાનો માટે ઓળખાતા ભવિષ્યવેત્તાઓએ વર્ષ 2025 માટે પણ આવી જ ભવિષ્યવાણી કરી છે. જેમાં, મનુષ્ય સાથે એલિયનનો સંપર્ક, વ્લાદિમીર પુતિનની હત્યાનો પ્રયાસ, યુરોપમાં આતંકવાદી હુમલા અને કિંગ ચાર્લ્સ માટે અશાંત શાસન સહિત ઘણી ચોંકાવનારી ભવિષ્યવાણી સામેલ છે. આ ભવિષ્યવાણીમાંથી સૌથી ચોંકાવનારી વાત એ છે કે, બંને ભવિષ્યવેત્તાઓએ વર્ષ 2025માં યુરોપમાં એક વિનાશકારી સંઘર્ષની ભવિષ્યવાણી કરી છે, જેના પર હાલ ચર્ચા થઈ રહી છે.
કોણ છે બાબા વેંગા અને નોસ્ત્રેદમસ?
વર્ષ 1996માં મોતને ભેટેલા નેત્રહીન બલ્ગેરાઈ રહસ્યવાદી બાબા વેંગા પોતાની ઘણી ભવિષ્યવાણી સાચી થયા બાદ કૉન્સપિરેસી થ્યોરિસ્ટ વચ્ચે એક સન્માનિત સ્થાન મેળવી ચૂક્યા છે. બાલ્કનના નોસ્ત્રેદમસના રૂપે જાણીતા બાબા વેંગાને 9/11 હુમલો, રાજકુમારી ડાયનાની મોત, ચેરનોબિલ સંકટ અને બ્રેક્સિટ જેવી મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ઘટનાઓનું શ્રેય આપવામાં આવે છે. આ પ્રકારે ફ્રેન્ચ જ્યોતિષી માઇકલ ડી નોસ્ત્રેદમસ, જે નોસ્ટ્રાડેમસના નામે પણ ઓળખાય છે. તે પણ પોતાની ભવિષ્યવાણી માટે પ્રસિદ્ધ છે.
આ પણ વાંચોઃ નવા વર્ષના પ્રથમ દિવસે તુલસીમાં આ વસ્તુ બાંધજો, તિજોરી પૈસાથી છલકાશે
શું કહે છે બાબા વેંગાની ભવિષ્યવાણી?
બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર, એક વિનાશકારી યોદ્ધા હશે જે યુરોપને તબાહ કરી દેશે. જેનાથી મહાદ્વીપની વસ્તી ખતમ થઈ જશે. આ સિવાય, તેમની ભવિષ્યવાણી અનુસાર, રશિયા ન ફક્ત બચી જશે, પરંતુ સમગ્ર દુનિયા પર પોતાનું પ્રભુત્વ પણ જમાવશે. આ એક એવી સંભાવના છે, જે યુક્રેન પર ચાલી રહેલા રશિયાના હુમલાને જોતાં પરેશાન કરનારી છે. બાબા વેંગાની ભવિષ્યવાણીમાં વિનાશકારી પ્રાકૃતિક સંકટોની શ્રૃંખલાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. જેમાં અમેરિકાના પશ્ચિમી તટ પર ભૂકંપ અને નિષ્ક્રિય જ્વાળામુખીમાં વિસ્ફોટ સામેલ છે.
નોસ્ત્રેદમસે શું ભવિષ્યવાણી કરી?
ફ્રેન્ચ જ્યોતિષી અને ચિકિત્સક નોસ્ત્રેદમસે 16મી સદીમાં લખેલા પોતાના પુસ્તક 'લેસ પ્રોફેટીઝ'માં અશુભ ભવિષ્યવાણી લખી છે. જે અનુસાર, યુરોપ પોતાની સીમાઓની અંદર ચાલતાં ક્રૂર યુદ્ધમાં ફસાયેલું રહેશે, જેનાથી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય સ્તરે દુશ્મન વધશે. વર્ષ 2025 માટે નોસ્ત્રેદમસની ભવિષ્યવાણી ખૂબ જ ડરામણી છે. તેઓએ ભવિષ્યવાણી કરી કે, વિનાશકારી સંઘર્ષ અને મહામારી બાદ બ્રિટન બરબાદ થઈ જશે. તેઓએ ભૂતકાળની એક ભયાનક મહામારી પાછી આવવાની ચેતવણી આપી છે, તેને કોઈ અન્યની તુલનામાં એક ઘાતક દુશ્મનના રૂપે વર્ણવી છે.