જય જય અંબે..., 3 ઓક્ટોબરથી શરૂ થશે નવરાત્રિ, જાણો કલશ સ્થાપનાના શુભ મુહૂર્ત

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
navratri 2024


Navratri 2024 : નવરાત્રિના 9 દિવસોમાં માંના 9 સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. માતાજીને પ્રસન્ન કરવા માટે ભક્તો વ્રત પણ રાખે છે. ધાર્મિક માન્યતાઓના અનુસાર, નવરાત્રિ દરમિયાન વિધિ-વિધાનથી માં દુર્ગાની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. આસો મહિનાના શુક્લ પક્ષની એકમ તિથિથી શારદીય નવરાત્રિ શરૂ થઈ જાય છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખુબ વધારે મહત્વ હોય છે. હિન્દુ પંચાગ અનુસાર, શારદીય નવરાત્રિનો પર્વ 3 ઓક્ટોબર 2024, ગુરૂવારથી શરૂ થાય છે. શારદીય નવરાત્રિનો પર્વ 11 ઓક્ટોબર 2024ના રોજ સમાપ્ત થશે.

કલશ સ્થાપના

નવરાત્રિના પહેલા નોરતાથી કલશ સ્થાપનાનું મહાત્મ્ય છે. તેનાથી માતાજી પ્રસન્ન થાય છે. કલશમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને માતૃગણનો નિવાસ માનવામાં આવે છે. તેની સ્થાપનાથી જાતકને શુભ પરિણામ મળે છે.

કલશ સ્થાપનાનો સમય 1 કલાક 6 મિનિટ રહેશે

જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર, આ વખતે કલશ સ્થાપનાનો સમય સવારે 6:15 વાગ્યાથી 7:22 વાગ્યા સુધી રહેશે. તેના સિવાય કલશ સ્થાપના અભિજીત મુહૂર્તમાં પણ કરી શકાય છે. અભિજીત મુહૂર્ત સવારે 11:46 મિનિટથી બપોરે 12:33 મિનિટ સુધી રહેશે. એટલે 47 મિનિટનો સમય મળશે.

પાલખીમાં આવશે માતાજી

જ્યોતિષાચાર્યના અનુસાર, નવરાત્રિ સંસ્કૃત શબ્દ છે. તેનો અર્થ નવ રાત થાય છે. આ નવ દિવસોમાં ઉપવાસ રાખીને દુર્ગા દેવીની પૂજા કરવામાં આવે છે. દુર્ગા સપ્તસતીના પાઠ, દુર્ગા સ્ત્રત્તેત અને દુર્ગા ચાલીસાની સાથે રામ ચરિતમાનસના પણ પાઠ કરવામાં આવે છે. ભક્તિભાવથી આરાધના કરવાથી દુર્ગા માં પ્રસન્ન થાય છે. તેમણે જણાવ્યું કે, આ વખતે માતાજી પાલખીમાં આવી રહ્યા છે. નવરાત્રીની શરૂઆત ગુરુવાર અને શુક્રવારથી થાય છે, તો માનવામાં આવે છે કે માતા પાલખીમાં આવી રહ્યા છે.


Google NewsGoogle News