હનુમાન જન્મોત્સવ પર શનિ બનાવશે દુર્લભ સંયોગ: આ રાશિના જાતકો પર ઓછો થશે સાડાસાતીનો પ્રભાવ

Updated: Apr 21st, 2024


Google NewsGoogle News
હનુમાન જન્મોત્સવ પર શનિ બનાવશે દુર્લભ સંયોગ: આ રાશિના જાતકો પર ઓછો થશે સાડાસાતીનો પ્રભાવ 1 - image


Hanuman Janmotsav:  હિન્દુ પંચાંગ પ્રમાણે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂનમ તિથિએ હનુમાન મહોત્સવનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે હનુમાન જન્મોત્સવ 23 એપ્રિલ મંગળવારના રોજ મનાવવામાં આવશે. આ દિવસે હનુમાન મહોત્સવ ઉજવવામાં આવશે.

આ વખતે હનુમાન મહોત્સવ ખૂબ ખાસ રીતે મનાવવામાં આવશે, કારણ કે આ દિવસે શનિ કુંભ રાશિમાં શશ રાજયોગ બનાવે છે. હકીકતમાં હનુમાન મહોત્સવ પર શનિદેવના રાજયોગનો મહાસંયોગ લગભગ 10 વર્ષે પછી બની રહ્યો છે. જે ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

હનુમાન મહોત્સવના આ દિવસે શનિદેવની ઉપાસના કરવાથી જીવનના દરેક દુખો દુર થાય છે. આવો જાણીએ કે હનુમાન મહોત્સવના આ દિવસે શશ રાજયોગ બનતા કઈ-કઈ રાશિઓની સાડાસાતીની અસર ઓછી થશે. 

મકર રાશિ 

હનુમાન મહોત્સવ પર શનિના આ મહાસંયોગથી મકર રાશિના લોકો માટે ખૂબ ખાસ માનવામાં આવે છે. મકર રાશિવાળાને સાડાસાતીમાંથી છૂટકારો મળશે. આવતા એક મહિનામાં જ તમારી તરક્કીનો યોગ બની શકે છે.  મકર રાશિવાળાને ધંધામા લાભ થશે. અટકેલુ ધન મળી શકે છે. નવા લોકો સાથે મુલાકાત થશે. 

કુંભ રાશિ

હનુમાન મહોત્સવ પર શનિના મહાસંયોગથી કુંભ રાશિના લોકોને તેમના ભાગ્યનો સાથ મળી રહેશે. મોટી ખુશખબરી મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સહકર્મચારીઓનો સાથ મળી શકશે. 

મીન રાશિ

હનુમાન મહોત્સવ પર શનિના આ મહાસંયોગથી મીન રાશિવાળાને દરેક કાર્યોમાં સફળતા મળી રહેશે. તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે. નોકરીમાં નવી તકો પ્રાપ્ત થશે. મીન રાશિઓના જીવનમાં ખુશિયોનો સંચાર થશે. 



Google NewsGoogle News