આગામી 139 દિવસ શનિ ચાલશે વક્રી ચાલ, આ રાશિના જાતકોએ કરવો પડશે આર્થિક સંકટનો સામનો
Shani Vakri 2024: ન્યાયના દેવતા અને કર્મફળદાતા શનિદેવ પોતાની મૂળ રાશિ કુંભમાં વક્રી થઈ રહ્યા છે. આગામી 29 જૂનના રોજ શનિ કુંભ રાશિમાં વક્રી થશે, અને શનિની બદલાતી ચાલ હંમેશા ખાસ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં, શનિ બધા ગ્રહોમાં સૌથી ધીમી ગતિએ ચાલનારા ગ્રહ છે. પરંતુ, શનિની વક્રી ચાલ કેટલીક રાશિના જાતકો માટે મુશ્કેલીઓ લઈને આવે છે.
હકીકતમાં શનિ ગ્રહ 29 જૂને કુંભ રાશિમાં વક્રી થવાના છે. જે ભારતીય સમય પ્રમાણે શનિદેવ રાત્રે 11.40 કલાકે કુંભ રાશિમાં વક્રી થશે. આવો જાણીએ કે, શનિદેવ કુંભ રાશિમાં વક્રી થવાથી કઈ કઈ રાશિઓને નુકસાન થઈ શકે છે.
આગામી મહિને રથયાત્રા સાથે શ્રાવણનું મહા પર્વ, જુઓ જુલાઈના તહેવારો અને વ્રતોની યાદી
મિથુન રાશિ
શનિદેવ મિથુન રાશિના જાતકોના નવમા ઘરમાં વક્રી થવા જઈ રહ્યા છે. જેથી આ રાશિના જાતકોએ નોકરીમાં સાવધાની રાખવી પડશે. ધનહાનિ થઈ શકે છે. પૈસા ખર્ચ થઈ શકે છે. જાતકની કમાણી પર પણ મોટી અસર થઈ શકે છે. આ ઉપરાંત તમારે વધુ મહેનત કરવી પડી શકે છે.
કર્ક રાશિ
શનિદેવ કર્ક રાશિના લોકોના આઠમા ઘરમાં વક્રી થઈ રહ્યા છે. જેના કારણે આ જાતકોને કાર્યસ્થળ બદલાઈ શકે છે. આ ઉપરાંત તમારા કામમાં થોડો વિલંબ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન કોઈ નવું કામ શરૂ ન કરવું. કરો તો મોટુ નુકસાન આવી શકે છે, કારણ કે, શનિદેવની દ્વષ્ટિ તમારા પર છે.
Rath Yatra 2024: શું તમને ખબર છે..!!! રથયાત્રાનું પહેલું આમંત્રણ હનુમાનજીને આપવાની છે પરંપરા
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે ચોથા ભાવમાં શનિદેવ વક્રી કરવા જઈ રહ્યા છે. પરિવાર પર ખાસ ધ્યાન આપવું પડશે. જીવનમાં કેટલાક ઉતાર-ચઢાવ આવી શકે છે. કામનો બોજ વધી શકે છે. આ ઉપરાંત નાણાકીય બાબતે બેદરકારી ન રાખવી, નહીં તો મોટું નુકસાન થઈ શકે છે.
મકર રાશિ
શનિદેવની આ વર્કી ચાલ મકર રાશિના જાતકોને પણ થશે. આ રાશિના લોકોના બીજા ઘરમાં શનિ વક્રી થવા જઈ રહ્યા છે. અજાણ્યા લોકોથી સાવધાન રહેવું પડશે. પ્રતિસ્પર્ધીઓથી જોરદાર ટક્કર રહેશે. નોકરી- ધંધામાં તમારા કહેવાતા હિતેચ્છુઓથી સંભાળવું. આ સાથે પૈસા બચાવવામાં નિષ્ફળતા મળશે. આ ગાળામાં કેટલીક અફવાઓ સાંભળવા મળી શકે છે. જેના કારણે મન વિચલિત થઈ શકે છે.
તમારી જન્મ તારીખ પ્રમાણે જાણો કયા દેવી-દેવતાની પૂજા કરવાથી વધશે ધન-સંપત્તિ અને વૈભવ
કુંભ રાશિ
શનિદેવ કુંભ રાશિના જાતકોના પહેલા ઘરમાં ગ્રહ વક્રી થવાના છે. જેથી આ રાશિના લોકોના ખર્ચમાં વધારો થઈ શકે છે. તમારા આત્મવિશ્વાસમાં પણ ઘટાડો થશે. જેના કારણે ચોક્કસ નિર્ણય લેવામાં વિલંબ થાય અથવા ખોટો નિર્ણય લેવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. નોકરી- ધંધા ક્ષેત્રે કામનો ભાર પણ વધી શકે છે.