Get The App

શનિ-રાહુની યુતિના કારણે 30 વર્ષ બાદ બન્યો પિશાચ યોગ! ત્રણ રાશિના જાતકો માટે વર્ષ ભર રહેશે સમસ્યાઓ

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
શનિ-રાહુની યુતિના કારણે 30 વર્ષ બાદ બન્યો પિશાચ યોગ! ત્રણ રાશિના જાતકો માટે વર્ષ ભર રહેશે સમસ્યાઓ 1 - image


Shani Rahu Yuti 2025 - Pishach Yog : શનિદેવ કર્મોનું ફળ આપનાર દેવ કહેવામાં છે. તેઓ ન્યાયાધીશ છે, અને કોઈની સાથે અન્યાય નથી કરતા. મનુષ્ય જેવું કર્મ કરે છે તેને તે પ્રમાણે ફળ આપે છે. શનિદેવ લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને તમામ 12 રાશિઓનું ચક્ર પૂર્ણ કરવામાં લગભગ 30 વર્ષ લાગે છે. આવતાં વર્ષે તેઓ મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં રાહુ પહેલેથી હાજર છે. આવી સ્થિતિમાં બંનેની યુતિથી મહાવિનાશકારી પિશાચ યોગ બની રહ્યો છે. જેના કારણે ઘણા લોકોના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. 

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આવતાં વર્ષે 29 માર્ચ, 2025ના રોજ, તે રાત્રે 10.07 વાગ્યે મીન રાશિમાં ગોચર કરશે અને તેની સાથે પિશાચ યોગ પણ શરુ થશે. આ યોગ ત્યારે જ સમાપ્ત થશે જ્યારે રાહુ પોતાની રાશિ બદલશે. ત્યાં સુધી 3 રાશિના જાતકોએ દુ:ખ ભોગવવું પડશે. આવો જાણીએ કઈ રાશિ માટે આવતા વર્ષે સંકટ રહેવાનું છે.

કન્યા રાશિ

આ રાશિના જાતકોએ આવતા વર્ષે માર્ચ પછી સાવધાન રહેવાની જરૂર છે. તેમના વૈવાહિક જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. ઘરમાં નાના-મોટા વિવાદ શરુ થઈ શકે છે. ભાગીદારીમાં કરેલા ધંધામાં અણબનાવ થવાની સંભાવના રહેશે. ધીરજ રાખો અને બિનજરૂરી ખર્ચ ન કરો. કોઈપણ નવું રોકાણ કરવાનું ટાળો. ધીરે ધીરે આ ખરાબ સમય પણ પસાર થશે.

મકર રાશિ

મહાપિશાચ યોગ બન્યા બાદ સ્વાસ્થ્ય બગડવાની સંભાવના રહેલી છે. તેથી બહારનો ખોરાક લેવાનું ટાળવું જોઈએ. ઘરે બનાવેલો તાજો ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે. ભાઈ-બહેન કે પડોશીઓ સાથેના સંબંધો બગડી શકે છે. મુસાફરી કરતી વખતે સાવચેત રહેવાની જરુર છે. અકસ્માત થવાની સંભાવના છે. પૈસાનો ખર્ચ થવાની સંભાવના રહેલી છે એટલે સાવધાનીપૂર્વક ખર્ચ કરો.

મીન રાશિ

શનિ અને રાહુની યુતિના કારણે આ રાશિના લોકોના જીવનમાં ઉથલપાથલ રહેવાની શક્યતા રહેલી છે. તમે થાક અનુભવશો અને માનસિક તણાવ પણ તમને ઘેરી શકે છે. વેપારમાં તમને નુકસાન થઈ શકે છે. સહકર્મીઓ સાથેના સંબંધો બગડી શકે છે. તમારા પર દેવું પણ વધી શકે છે.



Google NewsGoogle News