Get The App

વર્ષ 2025માં આ રાશિના જાતકો પર લાગશે શનિની પનોતી, જાણો બચવાના ઉપાય

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
વર્ષ 2025માં આ રાશિના જાતકો પર લાગશે શનિની પનોતી, જાણો બચવાના ઉપાય 1 - image


Shanidev Gochar: શનિદેવ વર્ષ 2025માં કુંભ રાશિમાંથી મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. ત્યારે શનિની મોટી પનોતિ એટલે કે સાડાસાતી અને નાની પનોતિ એટલે કે ધૈયાની અસર રાશિચક્ર પર અલગ-અલગ રીતે જોવા મળશે. હકીકતમાં  શનિદેવના આ ગોચરથી એક રાશિમાંથી સાડાસાતી અને બે રાશિમાંથી શનિની ધૈયા પૂરી થશે. જ્યારે ધૈયા આ સમયથી બે રાશિમાં શરુ થશે અને સાડાસાતીનો સમયગાળો એક રાશિમાં શરુ થશે. જેના કારણે વર્ષ 2025 કેટલીક રાશિઓ માટે ખરાબ રહેશે. 

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તમામ ગ્રહોમાં શનિની ગતિ ખૂબ જ ધીમી હોય છે, તેથી શનિને એક રાશિમાં ગોચર કરવામાં અઢી વર્ષનો સમય લાગે છે. ચાલો જાણીએ કે વર્ષ 2025માં કઈ રાશિ પર શનિની સાડાસાતી અને ધૈયા ખત્મ થશે અને કઈ રાશિ પર શનિની સાડે સતી અને ધૈયાનો અંત આવશે.

આ પણ વાંચો : સાપ્તાહિક રાશિફળ : વૃશ્ચિક રાશિના જાતકોએ વાતચીત દરમિયાન ચોકસાઈ રાખવી, જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય, જાણો અન્ય લોકો માટે કેવું રહેશે આ સપ્તાહ

29મી માર્ચે શનિદેવ ગોચર કરશે

વર્ષ 2025 આવવાનું છે, અને નવું વર્ષ નવો ઉત્સાહ અને ઉમંગ લઈને આવે છે. પરંતુ નવા વર્ષ 2025માં ન્યાયના દેવતા અને કર્મના કારક શનિદેવ 29 માર્ચે એટલે કે સંવતના છેલ્લા દિવસે મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે, જેના કારણે બે રાશિના લોકો મુક્ત રહેશે.

શનિનું ગોચર અને ચાલ, 2022થી 2025

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શનિની ચાલ, સ્થિતિ અને ગોચરનું વિશેષ મહત્ત્વ રહેલું છે, કારણ કે જ્યારે શનિદેવ તેમની ગતિ કે રાશિ બદલે છે, ત્યારે તેની અસર દેશ, વિશ્વ, અર્થતંત્ર, વેપાર અને મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ પર પડે છે. શનિદેવને એક રાશિમાં ગોચર કરવામાં અઢી વર્ષ લાગે છે, આ પહેલા શનિએ 29 એપ્રિલ 2022ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ 12 જુલાઈના રોજ, શનિ ફરી વક્રી થઈને મકર રાશિમાં આવ્યા હતા. અને ફરીથી જાન્યુઆરી 2023ના રોજ શનિ મહારાજ કુંભ રાશિમાં આવ્યા અને ત્યારથી તે મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં બિરાજમાન છે. પરંતુ 2025માં શનિ મહારાજ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં ગોચર કરશે.

વર્ષ 2025માં આ રાશિઓ પર શરુ થશે શનિની નાની પનોતી

હાલમાં શનિદેવ કુંભ રાશિમાં હોવાથી કર્ક અને વૃશ્ચિક રાશિ પર તેમનો પ્રભાવ છે. પરંતુ શનિ મીન રાશિમાં ગોચર કર્યા બાદ જ આ રાશિઓ પર શનિની અસર ખતમ થઈ જશે અને નવા વર્ષ 2025માં સિંહ અને ધનુ રાશિના લોકો પર શનિની અસર શરુ થશે. ત્યારે સિંહ રાશિના લોકોએ નવા વર્ષમાં સાવધાનીથી કામ લેવાની જરૂર છે. આ સમય દરમિયાન વ્યક્તિએ સ્વાસ્થ્ય, રોજગાર, પૈસા, કામ, પરિવાર સહિત જીવનના તમામ ક્ષેત્રોમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. એટલે કે તમારે શનિની અસરનો સામનો કરવો પડી શકે છે.

વર્ષ 2025માં આ રાશિઓ પર શનિની સાડાસાતી એટલે કે મોટી પનોતિ શરુ થશે

હાલમાં મકર, કુંભ અને મીન રાશિના લોકો માટે શનિની સાડાસાતી ચાલી રહી છે. નવા વર્ષ 2025માં શનિનું મીન રાશિમાં ગોચર કરવાથી જ મકર રાશિના લોકો માટે ચાલી રહેલી સાડાસાતીનો અંત આવશે અને મેષ રાશિના લોકો માટે શરુ થશે. આ સાથે મીન રાશિના લોકો માટે સાડાસાતીનો બીજો તબક્કો અને કુંભ રાશિના લોકો માટે શનિનો છેલ્લો એટલે કે ત્રીજું ચરણ શરુ થશે. ત્યારે નવા વર્ષ 2025માં કુંભ, મીન અને મેષ રાશિના લોકો પર શનિની સાડાસાતીની અસર શરુ થશે.

શનિની સાડાસાતી અને ધૈયાના ઉપાયો, તમને શનિના પ્રભાવથી બચાવશે

વર્ષ 2025માં જ્યારે શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે સિંહ અને ધનુ રાશિના લોકો પર શનિ ઘૈયાની અસર શરુ થશે. તેમજ કુંભ, મીન અને મેષ રાશિના લોકો પર શનિની સાડાસાતીની અસર શરુ થશે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિની સાડાસાતી અને ધૈયાની અશુભ અસરને ઓછી કરવા માટે કેટલાક ખાસ ઉપાયો બતાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી શનિની મહાદશા, શનિની સાડાસાતી અને ધૈયાની અશુભ અસર ઓછી થઈ શકે છે.

આ પણ વાંચો : 'રામાયણ' ફિલ્મમાં રણબીર કપૂરની સાથે દેખાશે સની દેઓલ, કરી શકે છે આ રોલ

  • વર્ષ 2025માં ઓછામાં ઓછા 11 શનિવારે શનિ મંદિરમાં જઈને દર્શન કરીને દાન કરો.
  • શનિદેવને સંબંધિત વસ્તુઓ જેમ કે કાળી છત્રી, ચંપલ, લોખંડ, કાળા તલ વગેરેનું દાન કરો.
  • સફાઈ કામદારો, મજૂર વર્ગ એટલે કે નીચલા વર્ગને કંઈક ને કંઈક દાન કરતા રહો.
  • દરરોજ હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ કરો.
  • દારૂ ન પીવો, જૂઠું બોલશો નહીં કે ગુસ્સો કરશો નહીં. 
  • પરાઈ સ્ત્રી પર ખરાબ નજર ન નાખો, તમારા કાર્યો હંમેશા શુદ્ધ રાખો.
  • કાળા કૂતરા, કાગડા અને ગાયને દરરોજ રોટલી ખવડાવતા રહો અને દાન કરો.
  • દરરોજ પીપળાના વૃક્ષની પૂજા કરો અને ઘીનો દીવો કરો.

Google NewsGoogle News