શનિ-મંગળ વચ્ચે 100 વર્ષ બાદ બન્યો શુભ સંયોગ: આ ત્રણ રાશિના જાતકોને થશે ધનલાભ

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
શનિ-મંગળ વચ્ચે 100 વર્ષ બાદ બન્યો શુભ સંયોગ: આ ત્રણ રાશિના જાતકોને થશે ધનલાભ 1 - image


Shani Mangal Shubh yog : ગ્રહોના સેનાપતિ કહેવાતા મંગળ 12 જુલાઈએ વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યા છે. આ પહેલા ન્યાયના દેવતા શનિ અને મંગળ વચ્ચે ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યો છે. શનિ અને મંગળ એકબીજાથી લગભગ 60 ડિગ્રીના ખૂણા પર સ્થિત છે. જ્યારે મંગળ મેષ રાશિમાં અને શનિ કુંભ રાશિમાં હોય છે, ત્યારે આ સ્થિતિને સેસટાઈલ કહેવામાં આવે છે, જ્યોતિષીય ગણતરી પ્રમાણે શનિ અને મંગળ વચ્ચે આ સંયોગ લગભગ 100 વર્ષ પછી સર્જાય રહ્યો છે. જેનો લાભ ત્રણ રાશિના લોકોને મળી શકે છે.

મેષ રાશિ :-

મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે. તમને નોકરી તેમજ ધંધા- વ્યવસાયમાં સફળતાની મોટી તકો મળી શકે છે. કરિયરમાં નવી ઉંચાઈઓને પહોંચશો. આ ઉપરાંત મિલકતમાં રોકાણ કરવા અથવા વાહન ખરીદવા માટે પણ ઉત્તમ સમય સારો રહેશે. હિંમત અને પરાક્રમ વધારો થશે. જીવનસાથી સાથે સમય પસાર થશે.

વૃષભ રાશિ: 

વૃષભ  રાશિના લોકોના કરિયરમાં સકારાત્મક પરિવર્તન આવશે. વેપારમાં લાભ થશે. નોકરીમાં પ્રગતિ થશે. આવકના નવા સ્ત્રોત ઉત્પન્ન થાય. પૈતૃક સંપત્તિમાંથી તમને લાભ મળી શકે છે.

વૃશ્ચિક રાશિ : 

વૃશ્ચિક રાશિના જાતકોને પણ બમ્પર લાભ મળી શકે છે. આવકમાં વધારો થવાના યોગ બની રહ્યા છે. રોકાયેલું ધન પાછું મળી શકે છે. કરિયરને નવી દિશા મળી શકે છે. રોકાયેલા નાણા પરત આવી શકે છે. આ સાથે સમાજમાં તમારું માન-સન્માન પણ વધશે. શત્રુઓ પર વિજય મળશે. તેમજ સમયગાળા દરમિયાન અટકેલા પૈસા પાછા મળશે અને ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે.



Google NewsGoogle News