Get The App

આ વર્ષે શનિ જયંતી પર ગજકેસરી યોગ: આ રીતે પૂજા કરવાથી થશે અપાર શક્તિ અને ધનની પ્રાપ્તિ

Updated: May 24th, 2024


Google NewsGoogle News
આ વર્ષે શનિ જયંતી પર ગજકેસરી યોગ: આ રીતે પૂજા કરવાથી થશે અપાર શક્તિ અને ધનની પ્રાપ્તિ 1 - image


Shani Jayanti 2024: આ વર્ષે 2024માં શનિ જયંતિ પર ગજકેસરી યોગ બની રહ્યો છે. આ યોગ ધનના કારક ગુરુ અને મનના કારક ચંદ્રના સંયોગથી આ યુતિ બની રહી છે. આ દિવસે ચંદ્રમા અને ગુરુ વૃષભ રાશિમાં રહેશે. આ યોગ રચાવાથી વ્યક્તિ ગજ એટલે કે હાથી જેટલી શક્તિ અને સંપત્તિ પ્રાપ્ત કરે છે.

પૂજા, પાઠના કાર્યો કરવાથી આવકમાં વધારો થશે

આ સિવાય શનિ જયંતિ પર સૂર્ય અને શુક્ર પણ વૃષભ રાશિમાં રહેશે, જેના કારણે શુક્રાદિત્ય યોગ બની રહ્યો છે. આ યોગમાં શુક્ર અને સૂર્યનો પ્રભાવ રહેશે. જેમાં પૂજા, પાઠ વગેરે જેવા શુભ કાર્યો કરવાથી આવકમાં વધારો છે, અને રોજગારીની નવી તકો પણ મળે છે.

શનિ જંયતિ પર વૃષભ રાશિમાં બુધ-સુર્યની યુતિથી બુધાદિત્ય યોગ પણ બની રહ્યો છે. આ યોગના શુભ પ્રભાવથી વ્યક્તિ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરીને કારકિર્દીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે છે.

કાળા અડદની દાળમાંથી બનેલી ખીચડીનો ભોગ ધરાવવો

શનિની જન્મજયંતિ પર વૃષભમાં રાશિમાં બુધ, સૂર્ય, શુક્ર, ગુરુ અને ચંદ્રનો સંયોગ પંચગ્રહી યોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં શનિદેવને તેમનો પ્રિય પ્રસાદ કાળા તલથી બનેલી મીઠાઈ અને કાળા અડદની દાળમાંથી બનેલી ખીચડીનો ભોગ ધરાવવો જોઈએ. જેથી ધન-સંપત્તિમાં વધારવા માટે લાભદાયક રહેશે.

શમીના ઝાડમાં શનિદેવનો વાસ માનવામાં આવે છે

શનિદેવની પૂજામાં અપરાજિતાના ફૂલનો ઉપયોગ કરવો જોઈએ, તેનાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે. શનિદેવના દુષ્ટપ્રભાવથી બચવા માટે શનિ જયંતિ પર શમીના વૃક્ષની પૂજા કરો. તેમાં શનિદેવનો વાસ માનવામાં આવે છે.

આ પણ વાંચો: 135 દિવસ સુધી આ ત્રણ રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય: શનિદેવની વક્રી ચાલના કારણે થશે ધનલાભ

આ વર્ષે શનિ જયંતી પર ગજકેસરી યોગ: આ રીતે પૂજા કરવાથી થશે અપાર શક્તિ અને ધનની પ્રાપ્તિ 2 - image


Google NewsGoogle News