જૂન પછી આ 5 રાશિના જાતકોના જીવનમાં આવી શકે છે તકલીફોનો પહાડ, શનિની ચાલના કારણે થશે ધનનું નુકસાન
Shani Grah Vakri 2024: ધાર્મિક માન્યતા પ્રમાણે શનિ ગ્રહને કર્મનો દેવતા માનવામાં આવે છે. જે વ્યક્તિના કર્મોના આધારે તેનું સારુ કે ખરાબ ફળ આપે છે. એવું કહેવામાં આવે છે કે, જે લોકો સખત મહેનત કરે છે અને સારા કાર્યો કરે છે તેમને શનિદેવનો વિશેષ આશીર્વાદ મળે છે. તેમજ જે લોકો જૂઠું બોલે છે, અને લોકોને હેરાન કરે છે, તેમને શનિદેવની વક્ર દ્રષ્ટિનો સામનો કરવો પડે છે. આ સિવાય શનિની રાશિ અને નક્ષત્ર પરિવર્તનની શુભ અને અશુભ અસર પણ દરેક વ્યક્તિના જીવન પર પડે છે.
વૈદિક કેલેન્ડર મુજબ શનિદેવ ટૂંક સમયમાં જ વક્રી થવાના છે. એટલે કે, 30 જૂન, 2024 ના રોજ બપોરે 12:35 કલાકે શનિદેવ ઉલટી ચાલ ચાલશે. ચાલો જાણીએ કે શનિની આ ઉલટી ચાલને કારણે 12માંથી કઈ 5 રાશિઓને સૌથી વધુ પરેશાનીઓનો સામનો કરવો પડશે.
મીન રાશિ
જો તમે ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છો, તો તમને મોટું નુકસાન થઈ શકે છે. જેના કારણે ધંધો બંધ કરવાની નોબત પણ આવી શકે છે. લોખંડ સાથે જોડાયલા ધંધાર્થીઓને આર્થિક નુકસાન થવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત જે લોકો ધાર્મિક કાર્યોમાં જોડાયેલા છે તેમને અકસ્માત થવાની સંભાવના છે. તેથી કરીને તમારુ વાહન કાળજીપૂર્વક ચલાવવું.
મિથુન રાશિ
નોકરી કરતા લોકોને આર્થિક નુકસાન થઈ શકે છે. વ્યાપારી વર્ગના લોકોએ આ સમયગાળામાં કોઈ નવા સોદો ફાઈનલ ન કરવો. નહીંતર તો ભવિષ્યમાં નુકશાન થવાની પૂરે- પૂરી શક્યતા છે. વેપારમાં આર્થિક નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત શેર માર્કેટમાં રોકાણ કરવા માટે પણ આ સમય યોગ્ય નથી.
કર્ક રાશિ
વિવાહિત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને કારણે તમે દિવસભર પરેશાન રહી શકો છો. વિદ્યાર્થીઓનું મન ઉદાસ રહી શકે છે. પરીક્ષામાં નિષ્ફળતા મળી શકે છે. નોકરીયાત લોકોના ઘરમાં ચોરી થઈ શકે છે. ઉદ્યોગપતિઓની પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે. આર્થિક નુકસાન પણ થઈ શકે છે.
તુલા રાશિ
નોકરી કરતાં લોકોને આર્થિક નુકસાન થઈ શકે છે. ધંધામાં કોઈ ખાસ વસ્તુની ચોરી થઈ શકે છે. જો તમે પાર્ટનરશીપમાં બિઝનેસ કરી રહ્યા છો, તો કોઈ મોટો સોદો પૂરો ન થવાને કારણે મોટું નુકસાન થવાની સંભાવના રહેલી છે. એટલે આ સમયગાળામાં ભૂલથી પણ નવું વાહન અથવા પ્રોપર્ટી ખરીદશો નહીં, નહીં તો તમારે ભવિષ્યમાં કોર્ટમાં જવાનો વારો આવી શકે છે.
સિંહ રાશિ
જે લાકડાના ધંધા સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય અનુકૂળ નથી. નુકસાનની થવાની પુરી શક્યતા છે. કલા, રમતગમત અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા લોકોનું પ્રમોશન અટકી શકે છે. જે લોકો ખાદ્યપદાર્થોની દુકાન ધરાવે છે, તેવા લોકોને પણ આર્થિક નુકસાન થઈ શકે છે.