શનિની સાડાસાતીના કારણે 2028 સુધી પરેશાન રહેશે કુંભ રાશિના જાતકો! આ 3 રાશિવાળા બનશે ધનવાન
Shani Gochar 2025: વૈદિક જ્યોતિષ અનુસાર શનિની ચાલમાં પરિવર્તનનું જ્યોતિષમાં વિશેષ મહત્ત્વ રહેલું છે. તમને જણાવી દઈએ કે જૂન મહિનામાં શનિદેવ વક્રી થવાના છે. શનિદેવ વક્રી થવાથી કેટલીક રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરુર રહેશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શનિદેવ કુંભ રાશિમાં વક્રીચાલ પર સવાર થઈ રહ્યા છે. આ સાથે જે રાશિ પર સાડા સાતી પડી છે, તેમને વક્રીની અસરનો સામનો કરવો પડી શકે છે. શનિની વક્રી થવાથી કેટલીક રાશિના લોકોના જીવન પર અસર પડશે.
શનિદેવ તમામ ગ્રહોમાં સૌથી ધીમી ગતિથી ચાલનારો ગ્રહ છે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ તમામ ગ્રહોમાં સૌથી ધીમી ગતિથી ચાલનારો ગ્રહ છે. એવું કહેવાય છે કે, લગભગ અઢી વર્ષ પછી જ શનિદેવ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. જે રાશિમાં શનિદેવ પ્રવેશ કરે છે, તેની આગળ અને પાછળની રાશિ પર ઢૈયા રહેતી હોય છે. તમને જણાવી દઈએ કે શનિની સાડા-સાતી, ઢૈયા અને મહાદશા ખાસ દશા છે.
જ્યોતિષના મતે હાલમાં શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે, અને આવતા વર્ષે એટલે કે વર્ષ 2025માં મીન રાશિમાં પ્રવેશ કરશે. ત્યારે વર્ષ 2025 માં મકર રાશિવાળા લોકોને શનિની સાડા સાતીમાંથી મુક્તિ મળશે. ત્યાર બાદ શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે કુંભ રાશિવાળાને સાડા સાતી શરૂ થશે.
જ્યોતિષીઓનું માનવું છે કે, કુંભ રાશિના લોકો માટે શનિની સાડા-સાતી 23 જાન્યુઆરી, 2028 ના રોજ સમાપ્ત થશે. આ દરમિયાન કુંભ રાશિવાળા લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ આ 3 રાશિઓને મજા રહેશે.
કુંભ રાશિ પર સાડા સાતીની અસર
જ્યોતિષીઓના કહેવા પ્રમાણે કુંભ રાશિવાળા લોકો પર શનિની સાડાસાતીની અશુભ અસર પડશે. આ સમયગાળા દરમિયાન કરિયર સંબંધિત સમસ્યાઓ આવી શકે છે. સાથે સાથે વૈવાહિક જીવનમાં પણ કેટલીક ઘટનાઓ બની શકે છે. જે લોકો વેપાર - ધંધા સાથે જોડાયેલા છે, તેમને નુકસાન થવાની સંભાવના છે.
આ 3 રાશિઓને થશે ફાયદો
મિથુન રાશિ
જ્યોતિષીઓના કહેવા પ્રમાણે શનિની ચાલમાં પરિવર્તન બાદ મિથુન રાશિવાળા લોકોના જીવનમાં સકારાત્મક અસર જોવા મળશે. જે લોકો નવો ધંધો શરુ કરવા ઈચ્છતા હોય, તેમના માટે વર્ષ 2025 ખૂબ જ શુભ રહેવાનું છે. તમારા કાર્યક્ષેત્રને વિસ્તારવા માટે આ સૌથી શુભ સમય ગણવામાં આવે છે. વેપાર-ધંધામાં તમને કોઈ મોટો સોદો મળી શકે છે. તમારે કામ માટે ક્યાક દૂરની યાત્રા કરવા જવુ પડી શકે છે.
કર્ક રાશિ
જ્યોતિષીના મતે કર્ક રાશિવાળા લોકોના જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. તમને તમારા જીવનસાથી તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળશે. જેઓ હજુ કુવારા છે, તેમના માટે સંબંધો વિશે વાતો આવી શકે છે. આ ઉપરાંત તમે કેટલાક અજાણ્યા સંબંધો સાથે મુલાકાત થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે.
તુલા રાશિ
જ્યોતિષીના કહેવા પ્રમાણે જ્યારે શનિદેવ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે તુલા રાશિના લોકો પર તેની પોઝિટિવ અસર પડશે. આ સમયગાળા દરમિયાન તમને પૈતૃક સંપત્તિમાંથી આર્થિક લાભ થઈ શકે છે. વેપાર- ધંધામાં જોરદાર તેજી જોવા મળી શકે છે.