Get The App

Shani Gochar 2024:શનિના રાશિ પરિવર્તનથી આ રાશિના જાતકોને કરવો પડશે સમસ્યાઓનો સામનો

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
Shani Dev


Shani Gochar 2024: શનિ ગ્રહ સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી ગ્રહ છે. શનિ એકમાત્ર એવો ગ્રહ છે જેને સાડાસાતી અને ઢૈયાની શક્તિ પ્રાપ્ત છે. આ સમય દરમિયાન શનિ વ્યક્તિને તેના કર્મ અનુસાર શુભ-અશુભ ફળ આપે છે. 

શનિદેવ તમામ ગ્રહોમાં વિશેષ સ્થાન ધરાવે છે. ઑક્ટોબર 2024માં શનિનું નક્ષત્ર બદલાવા જઈ રહ્યું છે, જે આ રાશિઓ માટે સારું માનવામાં આવી રહ્યું નથી. 

મેષ 

આ રાશિઓના જાતકોને શનિદેવ જલદી ગુસ્સો છોડી દેવાનું કહી રહ્યા છે જો આમ નહીં કરો તો ખરાબ પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવુ પડશે. 3 ઓક્ટોબર, 2024થી શનિ મહારાજ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રથી શતભિષા નક્ષત્રમાં ગોચર કરશે. તે 27 ડિસેમ્બર 2024 સુધી આ નક્ષત્રમાં રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈ ખોટું કામ ન કરવુ. 

મિથુન 

જીવનમાં પૈસા બચાવવાનું કેટલું મહત્વ છે. આ પરિવહન સમયગાળા દરમિયાન તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. જો તમે પરિણીત નથી તો પ્રયાસ કરો, તમને સફળતા મળી શકે છે. માનસિક તણાવ વધી શકે છે. 

સિંહ 

સૂર્ય શનિદેવનો પિતા છે. તમારી રાશિનો સ્વામી સૂર્ય છે. પિતા અને પુત્ર વચ્ચે 36નો આંકડો હોવા છતાં પણ શનિ મહારાજ તમને વધારે મુશ્કેલી આપવાના મૂડમાં નથી. અહીં શનિ શેરબજારથી લાભ આપતો જોવા મળે છે. પરંતુ કારકિર્દીને લગતી કેટલીક ચિંતાઓ આપી શકે છે.

તુલા 

શનિદેવની જો કોઈ સૌથી પ્રિય રાશિ હોય તો તે છે તુલા. આ કારણોસર, તમારે નિશ્ચિંત રહેવું જોઈએ, પરંતુ જો તમે કોઈ ખોટું કામ કરો છો, તો શનિ સખત સજા આપશે. કોઈની સાથે છેતરપિંડી ન કરો અને યોગ્ય વ્યક્તિનું સમર્થન કરો, પછી જુઓ શનિ તમારા જીવનમાં કેવા ચમત્કારો કરે છે.

કુંભ

હાલમાં શનિ તમારી રાશિમાં સ્થિત છે. શનિ તમારી રાશિનો પણ સ્વામી છે. આર્થિક લાભનો સમય છે. જો તમે કોન્ટ્રાક્ટ કરો છો, તો અટવાયેલી પેમેન્ટ ક્લિયર થઈ શકે છે. વ્યવસાયમાં નવા સંપર્કો દ્વારા તમારી આવક વધી શકે છે. લઇજિનિંગ અને મેડિએટરની ભૂમિકા ભજવનારને લાભ મળતો જણાય છે.

મીન

શનિ પૈસાની બાબતમાં કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે પરંતુ જો તમે અભ્યાસ કરી રહ્યા છો અથવા રાજકારણના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો શનિનો પ્રતાપ તમારા પર વરસવા જઈ રહ્યો છે. તમારી પ્રગતિને કોઈ રોકી શકશે નહીં. મહેનત કરો અને ગરીબ લોકોની મદદ કરો, શનિ એવા ચમત્કારો બતાવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય.


Google NewsGoogle News