Get The App

New Year 2024: આ 4 રાશીઓ પર શનીદેવની રહશે વિશેષ કૃપા, નવા વર્ષે આર્થિક રીતે થશે મોટો ફાયદો

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
New Year 2024: આ 4 રાશીઓ પર શનીદેવની રહશે વિશેષ કૃપા, નવા વર્ષે આર્થિક રીતે થશે મોટો ફાયદો 1 - image


Image:freepik 

નવી મુંબઇ,તા. 29 ડિસેમ્બર 2023, શુક્રવાર 

વૈદિક જ્યોતિષમાં દરેક ગ્રહનું પોતાનું મહત્વ છે. શનિને ન્યાયના દેવતા અને કર્મફલદાતા તરીકે ઓળખવામાં આવે છે. શનિને તમામ ગ્રહોમાં સૌથી ધીમી ગતિ ધરાવતો ગ્રહ માનવામાં આવે છે. શનિને એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. શનિએ વર્ષ 2023ની શરૂઆતમાં કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2024માં પણ શનિ જ્યારે વક્રી થશે તો કેટલીક રાશિના લોકોનું ભાગ્ય ચમકાવી દેશે. આખું વર્ષ આ રાશિ ઉપર શનિદેવની કૃપા રહેશે. તો ચાલો તમને જણાવીએ વર્ષ 2024 માં શનિદેવ કઈ રાશિઓને શુભ ફળ આપશે.

મેષ 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2024માં મેષ રાશિના લોકો પર શનિદેવ ખાસ કરીને મહેરબાન થવાના છે. કરિયરની વાત કરીએ તો, નોકરી કરતા લોકોને સારી નોકરીની તકો મળશે. પગારમાં વધારો થવાની સંભાવના તેમજ પ્રમોશનની સંભાવના છે. પરિવારમાં ખુશીઓ રહેશે. કાર્યક્ષેત્રમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. વર્ષ 2024માં અચાનક આર્થિક લાભ થશે. આવનારા વર્ષમાં તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. 

કર્ક 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિના લોકો માટે આ વર્ષ ખૂબ જ શુભ માનવામાં આવે છે. નોકરી શોધી રહેલા લોકોને વર્ષ 2024માં ઘણી નવી તકો મળી શકે છે.  આ રાશિના લોકોને વિદેશ જવાનો મોકો મળશે. અચાનક આર્થિક લાભ થશે. તમે રિયલ એસ્ટેટની ખરીદી અને વેચાણ કરીને સારો નફો મેળવી શકો છો. નોકરીયાત લોકો માટે આ વર્ષ ઘણું ફાયદાકારક સાબિત થશે. કાર્યસ્થળ પર તમને નવી જવાબદારી મળી શકે છે.

તુલા

આવનારું વર્ષ તુલા રાશિના જાતકો માટે ખુશીઓ લઈને આવવાનું છે. આ સમયગાળા દરમિયાન જીવનમાં સકારાત્મક અસર જોવા મળશે. નાણાકીય લાભોની ઘણી તકો મળશે. આવકના નવા સ્ત્રોત ખુલ્લા થવાના છે. નોકરી કરતાં લોકો માટે પણ આ વર્ષ ઘણું સારું રહેવાનું છે. રોકાણથી તમને સારા પૈસા મળશે. જીવનમાં એક કરતા વધારે ખુશીઓ આવશે.

કન્યા

શનિ તમારી રાશિનો સ્વામી બુધનો મિત્ર છે અને શનિ તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં ભ્રમણ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તમને કોર્ટના મામલામાં સફળતા મળશે. શત્રુઓ પર વિજય મેળવવામાં સફળતા મળશે. વેપાર અને સંપત્તિમાં વધારો થવાનો છે. જો તમે નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય સારો છે. 


Google NewsGoogle News