આ ત્રણ રાશિના જાતકો પર હંમેશા કૃપાદૃષ્ટિ રાખે છે શનિદેવ, સાડાસાતીનો દુષ્પ્રભાવ પણ ઘટી જાય છે
Image Twitter |
Favourite Rashi Of Shani Dev: જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કર્મફળ દાતા અને ન્યાયાધીશ શનિ લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. એટલું જ નહીં શનિ એક માત્ર એવો ગ્રહ છે, જેની પાસે શનિની સાડાસાતી અને ઢૈયાનો અધિકાર છે. અને દરેક સ્થિતિમાં દરેક વ્યક્તિને પોતાના જીવનમાં કોઈને કોઈ સમયે શનિના પ્રકોપનો સામનો કરવો પડે છે. એવુ કહેવાય છે કે, શનિદેવ જેટલા જલદી શાંત થાય છે, તેટલા જ જલ્દી તેઓ ગુસ્સે થઈ જાય છે. જે લોકોની કુંડળીમાં શનિની સાડાસાતી, ઢૈયા અને મહાદશા ચાલી રહી હોય તેમને જીવનમાં આર્થિક, માનસિક, શારીરિક, પારિવારિક વગેરે સહિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો કે, કેટલીક એવી રાશિઓ છે, જેના પર શનિદેવની વિશેષ કૃપા હોય છે. શનિદેવ કેટલીક પરિસ્થિતિમાં તેને સજા આપવાનું બંધ કરી દે છે. આવો જાણીએ આ રાશિઓ વિશે જે શનિદેવને પ્રિય કહેવાય છે.
આમ તો શનિ ગ્રહ તેની દશા, સાડાસાતી, ઢૈયા અને મહાદશા દ્વારા તમામ રાશિઓને અસર કરે છે. પરંતુ આ 3 રાશિઓ એવી છે કે, જેના પર શનિની અસર ઓછી થાય છે.
કુંભ રાશિ
આ રાશિના સ્વામી ખૂદ શનિદેવ છે. તેથી શનિદેવ હંમેશા આ રાશિના લોકો પર પોતાની કૃપા વરસાવે છે. હાલમાં શનિ તેના મૂળ ત્રિકોણ રાશિમાં એટલે કે આ રાશિમાં સ્થિત છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને પડકારોનો સામનો કરવામાં સંપૂર્ણ મદદ મળે છે. આ સાથે દરેક સંકટને નિપટાવવા માટે આત્મવિશ્વાસ અને હિંમત વધે છે. તેમને ક્યારેય આર્થિક સંકટનો સામનો નથી કરવો પડતો. તેમની સાથે શનિની અશુભ અસરનો પ્રભાવ ઘણો ઓછો થાય છે. તેમજ આ રાશિના લોકોને ક્યારેય પૈસાની કમીનો સામનો નથી કરવો પડતો.
તુલા રાશિ
તુલા રાશિને શનિની ઉચ્ચ રાશિ માનવામાં આવે છે. આ રાશિના જાતકો પર શનિદેવ હંમેશા કૃપાળુ રહે છે. શનિદેવ આ રાશિના લોકોને વધારે પરેશાની આપતા નથી. તુલા રાશિનો સ્વામી શુક્ર છે. આ રાશિના જાતકોને ધન, ઐશ્વર્ય અને આકર્ષણના કારક માનવામાં આવે છે. જીવનમાં ઘણી તકો મળે છે. જે તમે તમારી નિર્ણય શક્તિ મુજબ ઝડપી શકો છો. ભાગ્યનો ભરપૂર સાથ મળતો રહે છે. જે લોકો છેતરપિંડી કર્યા વિના સખત મહેનત અને સમર્પણભાવના સાથે જીવનમાં આગળ વધે છે, શનિદેવ દરેક સંઘર્ષમાં તેમની સાથે ઉભા રહે છે.
વૃષભ રાશિ
આ રાશિમાં શનિ કર્મ અને ભાગ્યનો સ્વામી છે. તેથી આ રાશિના લોકોના જીવનમાં માત્ર ખુશીઓ જ રહે છે. વૃષભનો સ્વામી શુક્ર છે અને તે શનિદેવ સાથે મિત્રતાની ભાવના ધરાવે છે. તેથી શનિદેવ આ રાશિના લોકોને તેમના જીવનમાં આવનારી સમસ્યાઓને દૂર કરવાની શક્તિ આપે છે. તેમજ સાડા સાતી, ઢૈયા કે મહાદશાની અશુભ અસરોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જીવનમાં આગળ વધવાની તકો મળે છે. પદ અને પ્રતિષ્ઠા સાથે જ જીવનમાં સુખ- સંપતિ આવે છે. આર્થિક સ્થિતિ પણ સારી રહે. સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ હંમેશા પ્રાપ્ત થાય છે.