Shani Dev 2024 : વર્ષ 2024માં શનિદેવની આ 3 રાશિઓ પર રહેશે અસીમ કૃપા, કરી દેશે માલામાલ

વર્ષ 2024માં શનિદેવ એકવાર નહીં પરંતુ 3 વાર પોતાની ચાલ બદલશે.

વૃષભ રાશિવાળા જાતકો પર શનિદેવની કૃપા રહેશે

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
Shani Dev 2024 : વર્ષ 2024માં શનિદેવની આ 3 રાશિઓ પર રહેશે અસીમ કૃપા, કરી દેશે માલામાલ 1 - image
Image Twitter 

તા. 24 ડિસેમ્બર 2023, સોમવાર

ન્યાયના દેવતા એવા શનિદેવ તેમનો રાશિ પરિવર્તન કરતા હોય છે. વર્ષ 2024માં શનિદેવ પોતાની ચાલ 3 વાર બદલશે. આવો જાણીએ કે શનિદેવની ચાલ બદલાવાથી કઈ-કઈ રાશિઓને ફાયદો મળશે.

શનિદેવ નવા વર્ષ 2024માં પોતાની ચાલ બદલવાના છે. વર્ષ 2024માં શનિદેવ એકવાર નહીં પરંતુ 3 વાર પોતાની ચાલ બદલશે. જેમા શનિદેવ આ રાશિઓ માટે લાભદાયક રહેશે. વર્ષ 2024માં સૌથી પહેલા શનિદેવ કુંભ રાશિમાં 11 ફેબ્રુઆરી 2024માં અસ્ત કરશે. ત્યાર બાદ 18 માર્ચ 2024માં ઉદય કરી જૂનમાં કુંભ રાશિમાં વક્રી થઈ જશે.

શનિની ત્રણ વખત ચાલ બદલાવાના કારણે ત્રણ રાશિઓ માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. સૌથી પહેલા કુંભ રાશિ, કુંભ શનિદેવની પોતાની રાશિ છે, પોતાની જ રાશિમાં વર્ષ 2024માં શનિની 3 વાર હલચલ કુંભ રાશિવાળા માટે લાભદાયક રહેશે. આખા વર્ષ શનિદેવની કૃપા તમારા પર વરસતી રહેશે અને તમારુ માન સમ્માન વધશે. 

વૃષભ રાશિવાળા જાતકો પર શનિદેવની કૃપા રહેશે

વૃષભ રાશિવાળા પર પણ શનિદેવની કૃપા વરસતી રહેશે. શનિની ચાલના પરિવર્તનની અસર વૃષભ રાશિવાળા ઉપર પણ પડશે. વૃષભ રાશિવાળાના પગારમાં વધારો થાય, જે લોકોનું કામ લાંબા સમયથી અટકેલુ હોય તે પુરુ થશે.

સિંહ  રાશિવાળાઓ પર શનિદેવની અવિરત કૃપા રહેશે

આ સાથે સિંહ રાશિના જાતકોને શનિની અસર જોવા મળશે. જો લાંબા સમયથી તમારી બીમારી ચાલી રહી હોય તો હવે તમારા આરોગ્યમાં સુધારો આવશે.  વેપાર અને કરિયરમાં આવી રહેલ તકલીફો દુર થશે અને તમારુ કામ થવા લાગશે. 


Google NewsGoogle News