Get The App

કર્ક-કુંભ સહિત આ 4 રાશિના જાતકો ખાસ સાચવજો: શનિના કારણે 38 દિવસ 'ભારે'

Updated: Feb 22nd, 2025

GS TEAM


Google News
Google News
કર્ક-કુંભ સહિત આ 4 રાશિના જાતકો ખાસ સાચવજો: શનિના કારણે 38 દિવસ 'ભારે' 1 - image


Shani Asta 2025:  ન્યાયના દેવતા શનિ આજથી અસ્ત થઈ રહ્યા છે. શનિ 38 દિવસ સુધી પોતાની જ રાશિ કુંભમાં રહેશે અને 4 રાશિના લોકોને ભારે કષ્ટનો સામનો કરવો પડશે. 

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે શનિનું અસ્ત થવું કરિયર અને વ્યવસાયમાં મુશ્કેલીઓ આપી શકે છે. તમે તમારા લક્ષ્યથી ભટકી શકો છો. તણાવ રહી શકે છે. વાણી પર સંયમ રાખવો. 

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે શનિનું અસ્ત થવું વૈવાહિક જીવનમાં કષ્ટ આપશે. લાઇફ પાર્ટનર સાથે ઝઘડો થઈ શકે છે. નાની-નાની બાબતો પર વિવાદ થઈ શકે છે. ચીડિયાપણું રહેશે. ખર્ચ વધુ અને આવક ઓછી રહેશે.

આ પણ વાંચો: છાવા'એ ધૂમ મચાવી છે...: PM મોદીએ વિકી કૌશલની ફિલ્મના કર્યા વખાણ

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે શનિ અસ્ત થવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત નાણાંકીય મુશ્કેલીઓ પણ તમને પરેશાન કરશે. તમારા ખિસ્સા પ્રમાણે જ ખર્ચ કરવો અને તમારા આહાર અને જીવનશૈલી પર ધ્યાન આપવું વધુ સારું છે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે શનિનું અસ્ત સૌથી વધુ મુશ્કેલીનું કારણ બની શકે છે કારણ કે શનિ કુંભ રાશિનો સ્વામી છે અને કુંભ રાશિમાં જ અસ્ત થઈ રહ્યો છે. સંતાન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. પરિવારમાં કોઈ બીમાર પડી શકે છે, જેની સારવારમાં ઘણો ખર્ચ થઈ શકે છે.

Tags :