શકુન શાસ્ત્ર: ઘરમાં કબૂતર અને કાગડાનું આવવુ શુભ કે અશુભ, જાણો હકીકત

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
શકુન શાસ્ત્ર: ઘરમાં કબૂતર અને કાગડાનું આવવુ શુભ કે અશુભ, જાણો હકીકત 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 26 ડિસેમ્બર 2023 મંગળવાર

ઘણી વખત આપણે જોયુ હશે કે આપણા ઘરે કબૂતર માળો બનાવી દે છે તો ક્યારેક ઘર ઉપર કાગડો પણ જોવા મળે છે. દરમિયાન શકુન શાસ્ત્ર અનુસાર તેનો તમારા જીવન પર શુભ પ્રભાવ પડે છે કે અશુભ. 

સવારે ઘર ઉપર આવીને કાગડાનું બેસવુ કોઈ મહેમાનના આગમનનું સૂચક છે. જો તમે કોઈ કાર્ય માટે ઘરેથી બહાર જઈ રહ્યા છો અને કાગડો તમારી તરફ મોઢુ કરીને કંઈક બોલે છે તો તે કાર્યમાં તમારી સફળતા નક્કી છે. કાગડાનું જૂથમાં ઘરે આવવુ અશુભ સંકેત છે. જે તમારા જીવનમાં થનારી અપ્રિય ઘટનાને દર્શાવે છે.

ઘરમાં બેસેલો કાગડો જો દક્ષિણ દિશા તરફ મોઢુ કરીને બોલી રહ્યો છે તો આ તમારા પિતૃઓની તમારા પ્રત્યેની નારાજગીને દર્શાવે છે. જો ઘરની છત પર કાગડો આવે તો તેને દાણા અને પાણી જરૂર આપવા જોઈએ. 

કબૂતરને માતા લક્ષ્મીના ભક્તના રૂપમાં માનવામાં આવે છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે કબૂતરને દાણા નાખવા જોઈએ. જો કબૂતરે તમારા ઘરમાં માળો બનાવી દીધો છે તો તેને ત્યાંથી હટાવી દેવો જોઈએ કેમ કે આ અશુભ ફળ આપે છે. રાહુ અને બુધ ગ્રહ જો તમારી કુંડલીમાં ખરાબ હોય તો કબૂતરને દાણા નાખવા જોઈએ. 

કબૂતરને દાણા નાખવાથી તમારા જીવનમાં આવી રહેલા તણાવથી તમને મુક્તિ મળશે. પરિવારના સભ્યોનું આરોગ્ય પણ સારુ રહેશે. કોઈનો ગુરુ કમજોર હોય તો તેને પિંજરામાં કેદ કબૂતરોને આઝાદ કરાવવા જોઈએ. જેનાથી તમારો ગુરુ સારો થશે અને સમસ્યાઓનું સમાધાન તમને મળશે. 


Google NewsGoogle News