Shakambhari Jayanti 2021: શાકમ્ભરી જ્યંતિ આજે, આ વિધિથી કરો મા દુર્ગાની પૂજા
- પોષ પૂનમના દિવસે માતા દુર્ગાના શાકમ્ભરી અવતારની પૂજા કરવામાં આવે છે
નવી દિલ્હી, તા. 28 જાન્યુઆરી 2021, ગુરુવાર
પોષ પૂનમના દિવસે એટલે કે આજે શાકમ્ભરી જ્યંતી મનાવવામાં આવી રહી છે. પોષ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી શરૂ થનાર શાકમ્ભરી નવરાત્રી પૌષ પૂનમના દિવસે જ સમાપ્ત થાય છે. આજના દિવસે માતા દુર્ગાના શાકમ્ભરી અવતારની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે માતા દુર્ગાએ માનવ કલ્યાણ માટે માતા શાકમ્ભરીનો અવતાર લીધો હતો. તેને આદિ શક્તિનું સૌમ્ય સ્વરૂપ પણ કહેવામાં આવે છે.
શાકમ્ભરી માતાની પૂજા વિધિ
સ્નાન કર્યા બાદ માતા શાકમ્ભરીનું ધ્યાન ધરો. ત્યારબાદ વિધિ-વિધાનની સાથે દેવીની પૂજા કરો. માતા શાકમ્ભરીની ચોકી લગાઓ. તેમની પ્રતિમાની આરતી ઉતારો. તાજા ફળ અને શાકભાજીઓનો ભોગ ચઢાઓ અને ગંગાજળનો છંટકાવ કરો. ત્યારબાદ મંદિરમાં જઇને પ્રસાદ ચઢાઓ અને જરૂરતમંદોને દાન કરો. આ દિવસે માતા શાકમ્ભરીની કથા પણ સાંભળો.
શાકમ્ભરી જ્યંતીનું મહત્ત્વ :-
કહેવામાં આવે છે કે માતા દુર્ગાએ પૃથ્વી પર અકાળ અને ગંભીર ખાદ્ય સંકટથી છૂટકારો અપાવવા માટે શાકમ્ભરીનો અવતાર લીધો હતો. એટલા માટે તેમણે શાકભાજીઓ અને ફળોની દેવી સ્વરૂપમાં પણ પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આજના દિવસે જરૂરતમંદોને અન્ન, કાચા શાકભાજી, ફળ અને પાણીનું દાન કરવાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી મનોકામનાઓ પૂરી થાય છે.