Get The App

વૃશ્ચિક : જરૂરિયાત મુજબ તેમજ મહેનત અનુસાર પૈસા મળતા રહેશે

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
વૃશ્ચિક : જરૂરિયાત મુજબ તેમજ મહેનત અનુસાર પૈસા મળતા રહેશે 1 - image


- 23 ઓક્ટોબરથી 21 નવેમ્બર 

ક્રાંતિવૃતના ૨૧૦થી ૨૪૦ અંશ સુધીમાં સ્કોપયો અથવા વૃશ્ચિક રાશિ આવે છે. વિશાખા અને અનુરાધા નક્ષત્રો આ રાશિમાં સમાવેશ થાય છે. વૃષિક રાશિનું ચિહ્ન વીંછી છે. જળ તત્ત્વની સ્થિર સ્વભાવની આ રાશિ છે. રાશિ સ્વામી મંગળ છે. વૃષિક રાશિના જાતકો કફ પ્રકૃતિ ધરાવે છે. તેઓ સ્વભાવે ક્રોધી હોય છે. ડંખીલા પણ ખરા. નાની નાની બાબતોને પણ યાદ રાખીને દુ:ખી થયા કરે છે. તેઓ વધારે પડતા સંવેદનશીલ, કલ્પનાશીલ તેમજ ભાવુક હોય છે.  દરેક બાબતને લાંબા સમય સુધી યાદ રાખે છે. વળતો જવાબ ન અપાય ત્યાં સુધી વાતને ભૂલતા નથી. વૃષિક રાશિમાં ચંદ્ર નીચનો બને છે. ચંદ્ર મનનો કારક છે. જ્યોતિષશા મુજબ જ્યારે ચંદ્ર નીચ રાશિનો હોય ત્યારે તે નિર્બળ બની જાય છે. આમ આ રાશિના જાતકો યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવામાં અક્ષમ હોય છે. વીંછી નો સ્વભાવ ડંખીલો હોય છે. આ રાશિમાં ગુરુ અને ચંદ્ર એ ત્રિકોણના અધિપતિ ગ્રહો છે, પરંતુ ચંદ્ર વૃષિક રાશિમાં નીચનો બને છે. માટે આ જાતકોએ સફળતા મેળવવા માટે વિશેષ પ્રયત્નો કરવા પડતા હોય છે.

શાહરૂખ ખાન - 2 નવેમ્બર

સુસ્મિતા સેન - 19 નવેમ્બર

વિશેષ ધનની અપેક્ષા બહુ નહીં રાખો તો દુ:ખી નહીં થાઓ. તમારી જરૂરિયાત અને ખર્ચ મુજબનું નાણું ગુરૂ મહારાજ તમને આપતા રહેશે. વિશેષ ફળની પ્રાપ્તિ માટે કર્કનો ગુરુ તમને શુભ પરિણામ આપશે

શરીર - મન - સ્વાસ્થ્ય

વૃષિક રાશિના જાતકોએ ૨૦૨૫ દરમિયાન તબિયતની કાળજી રાખવી જરૂરી છે. પોતાની જ નહીં, સંતાનોની તબિયતની કાળજી રાખવી પણ જરૂરી છે. નાનો મોટો રોગ થયો હશે તો બે-ત્રણ મહિના પછી કર્ક રાશિનું ગુરુ ભ્રમણ થશે. આનો અર્થ એ થયો કે ઓક્ટોબર- નવેમ્બર-ડિસેમ્બરમાં ઉકેલ મળી જશે અને તબિયત સુધારા ઉપર આવી જશે. શનિ મહારાજ પાંચમા સ્થાનમાં મીન રાશિમાંથી ભ્રમણ કરશે. આ સમય દરમિયાન તમને સામેની વ્યક્તિને કારણે ચિંતાઓ રહે એવું બની શકે. ચોથા સ્થાનમાંથી ભ્રમણ કરતા રાહુ મહારાજ વત્તાઓછા પ્રમાણમાં માનસિક અશાંતિ પેદા કરવાનો પ્રયત્ન કરે. 

મારું ઘર મારો પરિવાર 

પરિવારમાં જૂના સંબંધો બગડેલા હોય તો ગુરુનું મિથુન રાશિનું ભ્રમણ પરિવારના સ્થાન પર દષ્ટિ થવાથી મેં-૨૦૨૫ પછી જૂની કૌટુંબિક ગાંઠો ઉકેલાઈ જાય તેવા યોગ બને છે. માતાને મળવાના યોગ બને છે, પરિવારમાં શુભ પ્રસંગ ઉજવવાના યોગ પણ બને છે. શનિ મહારાજ મીન રાશિમાં થઈને પાંચમા ભાવમાંથી જે ભ્રમણ કરે છે તે દસમી દ્રષ્ટિથી પરિવાર પર જોઈ રહ્યા છે. બોલવામાં સાચવજો. સમજીવિચારીને વર્તન-વ્યવહાર કરજો. જો આમ કરશો તો બાજી બગડશે નહીં. ગુરુની શુભ દષ્ટિ હોવાથી બગડેલાં કામો સુધરશે. 

પ્રેમ - લગ્ન - સંતતિ 

કર્ક રાશિનો ગુરુ બીજા અને પાંચમા સ્થાનનો અધિપતિ થઈને નવમા ભાવમાંથી ભ્રમણ કરવાના છે. તેથી પ્રેમલગ્ન કરવા ઈચ્છનાર આ રાશિના જાતકો માટે શુભ સંજોગ ઊભા થાય છે. પરિવારના સહકાર અને સંમતિથી પ્રેમલગ્ન સફળતાપૂર્વક થઈ શકશે. જોકે શનિની ત્રીજી દ્રષ્ટિથી લગ્નમાં થોડો વિલંબ થાય. ચોથા સ્થાનમાં રહેલો રાહુલ ખોટા નિર્ણયો ન લેવડાવે તેની કાળજી રાખવી. સંતાન ઈચ્છુક વૃષિક રાશિના જાતકો ઓક્ટોબર-નવેમ્બર-ડિસેમ્બરમાં ફેમિલી પ્લાનિંગ કરે તો ખૂબ સારા ફળની પ્રાપ્તિ થઈ શકશે. 

ભણતર અને ગણતર 

વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે. વૃશ્ચિક રાશિના જાતકો ચોથા ગુરુ દરમિયાન ખૂબ સારું પરિણામ મેળવી શકે તેવા યોગ ગ્રહ બળના આધારે જોઈ શકાય છે. અભ્યાસ અર્થે પરદેશ જવા ઈચ્છતા જાતકો માટે ૨૦૨૫નું વર્ષ ખૂબ સારું છે. પૂરી તૈયારી કરીને પરીક્ષા આપવા ગયા હો તેમ છતાં છેલ્લી ઘડીએ જે આવડતું હતું તે પણ ભૂલાઈ જાય અથવા લખવાનો સમય ઓછો પડે, એવું બને.

નોકરી - ધંધો - કરીઅર 

નોકરિયાત જાતકો માટે કોઈ મોટા ફેરફારો જોઈ શકાતા નથી. જેમ ચાલે છે તેમ ચાલવા દેવું. નોકરી બદલવા જેવા કોઈ અગત્યના નિર્ણય  લેવા નહીં. ઉતાવળમાં આવીને નોકરીમાંથી રાજીનામું આપી દેશો તો ગ્રહ બળના આધારે ક્યાંક તમને નુકસાન ભોગવવાનો વારો આવશે. ધંધા સાથે સંકળાયેલા વૃષિક રાશિના જાતકોએ કંઈક નવું આયોજન કરવું પડે. કેતુ મહારાજનું દસમા સ્થાનમાંથી ભ્રમણ કરતા હોવાથી કોઈ નવી તક ઓચિંતા મળતી હોય તો તેને સ્વીકારીને આગળ વધી શકો છો. 

પૈસા યે પૈસા 

મિથુન રાશિનો ગુરુ ધનસ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે, તેમજ મીન રાશિના પાંચમા સ્થાનમાંથી પસાર થતા શનિ મહારાજ પણ ધનસ્થાને દ્રષ્ટિ કરે છે. આ બંને દ્રષ્ટિ ધનસ્થાન ઉપર થતી હોવાથી આપને જરૂરિયાત મુજબ તેમજ મહેનત અનુસાર પૈસા મળતા રહેશે. વિશેષ ધનની અપેક્ષા બહુ નહીં રાખો તો દુ:ખી નહીં થાઓ. તમારી જરૂરિયાત અને ખર્ચ મુજબનું નાણું ગુરૂ મહારાજ તમને આપતા રહેશે. વિશેષ ફળની પ્રાપ્તિ માટે કર્કનો ગુરુ તમને શુભ પરિણામ આપશે. ઓક્ટોબર-નવેમ્બર-ડિસેમ્બર મહિના દરમિયાન તમારી ઈચ્છા મુજબના પૈસા આપણને મળી રહેશે.  

વાહન અને જમીન 

વાહન, મકાન કે જમીન લેવાની ઈચ્છા ધરાવતા વૃશ્ચિક રાશિના જાતકો માટે મિથુન રાશિનો ગુરુ શુભ પરિણામ આપશે. છતાં ચોથા સ્થાનમાં રહેલા રાહુ મહારાજ ક્યાંક પેપર વર્કમાં ગુંચવાડા ન કરાવે તેનું ધ્યાન રાખજો ને સમજીવિચારીને કાર્યવાહી કરજો. રિઅલ એસ્ટેટના ડોક્યુમેન્ટમાં આડેધડ સહીઓ ન કરતા. પહેલાં એકેએક પાનું ધ્યાનથી વાંચજો ને પછી જ સહીઓ કરજો. થોભો, વિચારો, પછી કાર્ય કરો - આ નીતિ અપનાવશો તો અટકશો નહીં.

નારી તું નારાયણી 

વૃશ્ચિક રાશિની બહેનોની જો વાત કરવામાં આવે તો ચોથા સ્થાનમાં રાહુનું ભ્રમણ, પાંચમા સ્થાનમાં શનિનું ભ્રમણ, આઠમા અને નવમા સ્થાનમાં ગુરુનું ભ્રમણ શું પરિણામ આપશે તેની ચર્ચા કરવી પડે. સાસરી પક્ષમાં કે પિયર પક્ષમાં કોઈને મનદુખ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. પારિવારિક ખટરાગને કારણે પતિ-પત્ની વચ્ચે મનદુ:ખ થાય તેવું બની શકે છે. તેથી બોલતાં પહેલાં વિચારવું. 

સામેવાળાને પ્રિય લાગે તેવી મીઠી ભાષા બોલવી આપના માટે હિતાવહ છે. નોકરી કરતી બહેનોએ જેમ ચાલે છે તેમ જ ચાલવા દેવું. વધારે અપેક્ષાઓ રાખ્યા વિના નિષ્ઠાથી કામ કરતા રહેવું યોગ્ય રહેશે. મેથી ઓક્ટોબર વચ્ચે અભ્યાસ કે તબિયત બાબતે સંતાનની થોડી ઘણી ચિંતા રહે એવું બની શકે. 

વિશેષ ઉપાય 

વૃશ્ચિક ત્રિકોણમાં જળતત્ત્વની રાશિ છે. પાંચમા સ્થાનનો અધિપતિ ગ્રહ ગુરૂ જ્યારે આઠમા સ્થાનમાં જતો હોય ત્યારે ગુરૂના ઉપાય કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. શનિવારના દિવસે મહાદેવના મંદિરે જઈને જરા અભિષેક કરવાથી નાનાં-મોટાં વિઘ્નોમાંથી આસાનીથી બહાર નીકળી જવાશે.


Google NewsGoogle News