આત્મદાહ, તાંડવ અને સમાધિ... કેમ આદર્શ દંપતી ગણાય છે ભગવાન શિવ-પાર્વતી?
God Shiv Parvati: હિંદુ પુરાણોમાં શિવ અને પાર્વતીની જોડીને આદર્શ દંપતિ કહેવામાં આવે છે. શિવ પુરાણોમાં તો આ જોડીને ગૃહસ્થ જીવન માટે આદર્શ કહેવામાં આવે છે. તેની પાછળ મૂળ વાત એવી છે કે, માતા સતી ભગવાન શંકરથી કોઈ વાત છુપાવતા નહોતા અને તે સાથે ભગવાન શંકર પણ માતા પાર્વતીથી કોઈ વાત છુપાવતા નહોતા. ત્યા સુધી કે, ગુરુ દ્વારા કાનમાં કહેવામાં આવેલા ગુરુમંત્ર પણ માતા પાર્વતીને કહી દેતા હતા. આ દંપતિ વચ્ચેનું બંધન એવું હતું કે, એકવાર તો માતા પાર્વતી જ્યારે સતીના રુપમાં હતી, અને તેમના પિયરમાં પતિની મજાક ઉડાવવામાં આવી રહી હતી ત્યારે તેમણે તેમના પિતાને શ્રાપ આપી દીધો હતો.
પતિના ઉપહાસથી દુઃખી થઈને માતા સતીએ પોતાને અગ્નિમાં ભષ્મ કરી દીધા હતા. જ્યારે તેના સમાચાર કરુણાવતાર ભગવાન શંકરને મળ્યા ત્યારે તેમણે પણ પોતાનો મૂળ સ્વભાવ છોડીને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. શિવપુરાણ સિવાય ભગવાન શંકર અને પાર્વતીના લગ્નજીવનની વાર્તાઓ સ્કંદ પુરાણ અને શ્રીમદ ભાગવતમાં ઘણી જગ્યાએ જોવા મળે છે. શિવપુરાણની કથા અનુસાર એકવાર દેવર્ષિ નારદે માતા પાર્વતીને કહ્યું હતું કે, ભગવાન શિવ તેમને પ્રેમ કરતા નથી. ત્યારે દેવર્ષિ નારદને જવાબ આપતા માતા પાર્વતીએ કહ્યું હતું કે, લેનાથ મને એટલો પ્રેમ કરે છે કે, તેમના કાનમાં મળેલો ગુરુમંત્ર પણ મને સંભળાવ્યો હતો."
શિવે સસરાના યજ્ઞનો નાશ કર્યો હતો
શિવપુરાણમાં આ સાથે જોડાયેલો એક પ્રસંગ છે. તેમાં એક વખત માતા સતી પોતાના પિતા રાજા હિમાચલના યજ્ઞમાં આમંત્રણ વિના પહોંચી ગયા હતા. તે વખતે ત્યાં ભગવાન શિવનો ઉપહાસ કરવામાં આવી રહ્યો હતો. આ જોઈને માતા સતી ગુસ્સે થઈ ગયા અને તેમણે તરત જ તેમના પિતાને શ્રાપ આપ્યો અને તેના જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિની પેદા કરી તેમા ભષ્મ થઈ ગયા. નારદ દ્વારા જ્યારે ભગવાન શિવને આ સમાચાર મળ્યા ત્યારે તેમણે તેમના વાળમાંથી વીરભદ્ર પેદા કર્યો. જેણે રાજા હિમાચલના યજ્ઞનો નાશ કર્યો.
સતીના વિરહમાં શિવજીએ તેમનો મુળ સ્વાભાવ છોડ્યો
કથામાં દર્શાવવામાં આવ્યું છે કે, એ સમયે ભગવાન શિવે કરુણા સ્વરૂપે પોતાનો મૂળ સ્વભાવ છોડીને રૌદ્ર સ્વરુપ ધારણ કરી તાંડવ કરવા લાગ્યા. તમામ દોષ- દુગુણોથી ભગવાન શિવ પર રહેનારા શિવ માતા સતીના વિરહથી બેચેન થઈ ગયા. આ પછી તેઓ 87 હજાર વર્ષ સુધી સમાધિમાં જતા રહ્યા હતા. એ પછી રાક્ષસોનો નાશ કરવા માટે અને વંશજોની ઉત્પતિ માટે દેવોએ કામદેવ દ્વારા તેમની સમાધિનો ભંગ કરાવ્યો હતો. જો કે આમાં કામદેવને પણ શિવના ક્રોધનો સામનો કરવો પડ્યો હતો.