2025માં આ રાશિમાં 30 વર્ષ પછી ચઢશે શનિની સાડાસાતી, જાણો તેની શું થશે અસર
Saturn's Sade Sati will ascend in Aries : વર્ષ 2024ના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. અને નવું વર્ષ 2025 શરૂ થવાનું છે. અને આ વર્ષે 29 માર્ચ, 2025ના રોજ શનિ પોતાની સ્વરાશી કુંભ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિનો મીન રાશિમાં પ્રવેશ થતાં જ સાડાસાતીનું સમગ્ર ગણિત બદલાઈ જશે. 30 વર્ષ પછી મેષ રાશિ પર સાડાસાતી શરુ થશે. તો ચાલો જાણીએ મેષ રાશી પર આ શનિની સાડાસાતીની શું અસર થશે?
શનિની સાડાસાતીની મેષ રાશિ પર શું અસર થશે?
મેષ રાશિના જાતકોના ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. તમારી આવક ઓછી અને ખર્ચ વધુ થઇ શકે છે. રોકાણની બાબતોમાં નુકસાન થઈ શકે છે. શનિની સાડાસાતી શરૂ થતાં જ તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેમ કે આંખોમાં બળતરા અથવા દ્રષ્ટિ ગુમાવવી, ઇજા અથવા પગમાં ઈજા વગેરે થઇ શકે છે.
ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર વધશે
આ સમયગાળા દરમિયાન જ્યારે જુલાઈ અને નવેમ્બર વચ્ચે શનિની વિપરીત ગતિ શરૂ થાય છે, ત્યારે તમારી સમસ્યાઓ થોડી વધુ વધી શકે છે. આ દરમિયાન તમને નાણાકીય મોરચે પણ નુકસાન થઈ શકે છે. પૈસાની લેવડ-દેવડ સમજદારીથી કરો. રોકાણની બાબતોમાં સલાહ લીધા પછી જ નિર્ણય લેવો હિતાવહ રહેશે. ઘરમાં વાદ-વિવાદ વધી શકે છે. પરસ્પર વિવાદ અને તણાવની સ્થિતિ રહેશે. ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર વધશે.