ગુરુના નક્ષત્રમાં શનિનો પ્રવેશ: વર્ષ 2025માં આ ત્રણ રાશિના જાતકોને થશે અનેક લાભ, વધશે પૈસાની આવક
Shani Gochar 2024 : નવગ્રહમાં શનિને ન્યાયના દેવતા કહેવામાં આવે છે, કારણ કે તે લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. શનિને ન્યાયીક અને કર્મફળદાતા માનવામાં આવે છે. ત્યારે શનિની સ્થિતિમાં થોડો ફેરફાર દરેક રાશિના લોકોના જીવન પર સૌથી વધુ અસર કરે છે. ઉલ્લેખનીય છે કે, શનિ લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે. આ સિવાય તે સમયાંતરે પર નક્ષત્રોમાં પણ ફેરફાર કરે છે, જેની અસર દરેક રાશિના લોકોના જીવનમાં લાંબા સમય સુધી રહે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે શનિ હાલમાં રાહુના નક્ષત્ર શતભિષા નક્ષત્રમાં બીરાજમાન છે. તેથી કેટલીક રાશિના જાતકો શનિની અસર થશે. વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં શનિ નક્ષત્ર બદલીને પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. ગુરુના નક્ષત્રમાં શનિના પ્રવેશને કારણે વર્ષ 2025 માં કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. ચાલો આજે આપણે શનિના પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરવાથી કઈ કઈ રાશિઓને બમ્પર લાભ મળી શકે છે તેના વિશે જાણીએ.
આ પણ વાંચો : દિવાળીના દિવસે ઘરે લઈ આવો આ શુભ વસ્તુઓ, મા લક્ષ્મી પૈસાનો ખડકલો સર્જી દેશે!
દ્રિક પંચાંગ પ્રમાણે શનિ 27 ડિસેમ્બરે રાત્રે 10.42 મિનિટે પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. તમને જણાવી દઈએ કે આકાશના 27 નક્ષત્રોમાંથી 25મું નક્ષત્ર પૂર્વાભાદ્રપદ છે. આ નક્ષત્રનો સ્વામી ગુરુ છે.
વૃષભ રાશિ
પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં શનિનું ચાલથી વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને જોબ અને બિઝનેસમાં અપાર સફળતાની સાથે જ મોટા આર્થિક લાભ પણ મળવાની સંભાવના રહેલી છે. તમારા દ્વારા કરવામાં આવેલા કામની પ્રશંસા થશે. આ ઉપરાંત તમને પ્રમોશન તેમજ પગાર વધારાની સાથે કેટલીક મોટી જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે. વર્ષોથી તમારા અટવાયેલા પૈસા પરત મળી શકે છે. આ સાથે લાંબા સમયથી પેન્ડિંગ કામ ફરી એકવાર આરંભ થઈ શકે છે. શનિની કૃપાથી આર્થિક સ્થિતિ સારી રહેશે. આ સાથે સાથે તમને ભૌતિક સુખ-સુવિધા પણ મળશે. તમને વિદેશ જવાની તક પણ મળી શકે છે.
આ પણ વાંચો : કુંભ રાશિમાં આખરે ક્યાં સુધી ચાલશે શનિની સાડાસાતી? જાણો ક્યારે શરુ થશે શુભ સમય
સિંહ રાશિ
આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે, સાથે-સાથે ખૂબ ધનલાભ પણ મળી શકે છે. લવ લાઈફ પણ સારી રહેશે. વ્યાપાર વિશે વાત કરવામાં આવે તો, જો તમે ભાગીદારીમાં ધંધો કરતા હશો તો, ખૂબ લાભ થવાની સંભાવના છે. તેમજ બિઝનેસ પાર્ટનર સાથે ચાલી રહેલા વિવાદનો અંત આવી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. જીવનમાં ખુશીઓ આવી શકે છે. નાણાકીય સ્થિતિ સારી રહે તેવી યોગ છે. જેથી કરીને તમે બચત કરવામાં પણ સફળ રહી શકો છો. પરિવારમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે. નોકરી કરતા લોકોને પણ ખૂબ લાભ મળવાની સંભાવના છે. બેરોજગાર લોકોને પણ ધન લાભ મળી શકે છે.
કન્યા રાશિ
આ રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન ફાયદાકારક સાબિત થઈ શકે છે. નવા વર્ષમાં આ રાશિના જાતકોના જીવનમાં ઘણી ખુશીઓ આવી શકે છે. માનસિક, શારીરિક અને આર્થિક સમસ્યાઓથી રાહત મળી શકે છે. કરિયરના ક્ષેત્રમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે. આવી સ્થિતિમાં તમને પ્રમોશનની સાથે પગાર વધારો પણ મળી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પણ આ સમયગાળો ઘણો લાભદાયક સાબિત થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને લાભ મળી શકે છે. દામ્પત્ય જીવનમાં ખૂબ આનંદ આવી શકે છે. લાંબા સમયથી ધંધામાં થતું નુકસાન હવે સમાપ્ત થઈ શકે છે.