Get The App

કુંભ રાશિમાં અસ્ત થયા શનિ: એક મહિના સુધી આ 3 રાશિના જાતકોને થશે ખૂબ લાભ પરંતુ આ લોકો પર રહેશે નકારાત્મક અસર

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
કુંભ રાશિમાં અસ્ત થયા શનિ: એક મહિના સુધી આ 3 રાશિના જાતકોને થશે ખૂબ લાભ પરંતુ આ લોકો પર રહેશે નકારાત્મક અસર 1 - image


Image Source: Twitter

અમદાવાદ, તા. 12 ફેબ્રુઆરી 2024 સોમવાર

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા કહેવામાં આવે છે તેઓ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર જ ફળ આપે છે. 11 ફેબ્રુઆરીએ શનિએ પોતાની ચાલમાં પરિવર્તન કરી લીધુ છે. શનિ કુંભ રાશિમાં અસ્ત થઈ ગયા છે અને હવે 18 માર્ચ 2024 સુધી તેઓ આ અવસ્થામાં રહેશે. શનિનું અસ્ત થવુ અમુક રાશિઓ માટે ખૂબ શુભ છે અને અમુક લોકો પર શનિ ભારે રહેવાના છે. 

શનિના અસ્ત થવાથી આ રાશિઓને લાભ થશે

મેષ રાશિ

શનિનું અસ્ત થવુ મેષ રાશિના જાતકો માટે શુભ પરિણામ લઈને આવ્યુ છે. આ રાશિના લોકો પર શનિ દેવની ખાસ કૃપા વરસશે. આ રાશિના જે જાતક વેપાર કરે છે તેમને શનિ દેવની આ અવસ્થાનો ખાસ લાભ થશે. નોકરીમાં બોસ તમારા કાર્યથી ખૂબ પ્રસન્ન રહેશે. આ રાશિના અમુક લોકોને નવી નોકરીની ઓફર મળી શકે છે. તમે ખૂબ પ્રગતિ કરશો. તમને દરેક ક્ષેત્રમાં સારી સફળતા મળશે. સામાજિક ક્ષેત્રે તમારુ માન સન્માન વધશે. 

મિથુન રાશિ

શનિનું અસ્ત થવુ મિથુન રાશિના જાતકો માટે શુભ ફળદાયી રહેશે. પાર્ટનરશિપમાં કામ કરનાર લોકોને લાભ પ્રાપ્ત થશે. તમારા લગ્નજીવનમાં ખુશીઓ આવશે. અપરિણીત લોકોને લગ્નના સારા પ્રસ્તાવ મળી શકે છે. તમારુ લાંબા સમયથી રોકાયેલુ કાર્ય ટૂંક સમયમાં પૂરુ થઈ શકે છે. તમને સરકારી ક્ષેત્રે પણ લાભ મળવાની શક્યતા છે. શનિ દેવ આ રાશિના વેપારી જાતકોને સારો લાભ કરાવશે. તમને આકરી મહેનતનું ફળ મળશે.

તુલા રાશિ

શનિનું અસ્ત થવુ તુલા રાશિના જાતકો માટે ખૂબ સારુ રહેવાનું છે. જે લોકો લાંબા સમયથી વાહન કે પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા હતા. શનિ આ સમયગાળામાં તમારી આ ઈચ્છા ટૂંક સમયમાં પુરી કરશે. તમારા જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓ વધશે. નોકરીમાં પ્રમોશન મળશે. તમને પૈતૃક સંપત્તિથી પણ લાભ મળવાની શક્યતા છે. સામાજિક ક્ષેત્રે તમારુ માન-સન્માન વધશે. ઓફિસમાં બોસનો સહયોગ મળશે.

આ રાશિઓને કષ્ટ પહોંચાડશે શનિ

કર્ક રાશિ

શનિની અસ્ત અવસ્થાનું સૌથી વધુ નકારાત્મક પરિણામ કર્ક રાશિના લોકોને મળવાનું છે. કર્ક રાશિના લોકો આ સમયે શનિની ઢૈય્યાથી પરેશાન છે. દરમિયાન શનિની અસ્ત અવસ્થા તમને વધુ કષ્ટ પહોંચાડશે. શનિના અસ્ત થવાથી તમારા જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે. શનિ તમને માનસિક, શારીરિક અને આર્થિક ત્રણેય રીતે ખૂબ પરેશાન કરવાના છે.

મકર રાશિ

શનિ દેવ અસ્ત થવાથી મકર રાશિના જાતકોની મુશ્કેલી વધવાની છે. તમારી ઉપર પણ હજુ શનિની સાડાસાતી ચાલી રહી છે. દરમિયાન શનિના અસ્ત થવાથી તમને ભારે કષ્ટનો સામનો કરવો પડી શકે છે. આ રાશિના લોકોને શનિ કરિયરના મામલે ખૂબ પરેશાન કરવાના છે. તમારી પ્રગતિમાં અવરોધ આવશે. તમારી કાર્યક્ષમતા ખરાબ થઈ શકે છે. મકર રાશિના જાતકોનું આરોગ્ય પણ બગડી શકે છે.  

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો પર પણ અત્યારે શનિની સાડાસાતી ચાલી રહી છે. શનિ અસ્ત થઈને કુંભ રાશિના જાતકોની મુશ્કેલી વધારવાનું છે. તમને ધનનું મોટુ નુકસાન થઈ શકે છે. તમારા જીવનમાં ઘણા પ્રકારના ઉતાર-ચઢાવ આવી શકે છે. પાર્ટનરની સાથે સંબંધમાં અંતર આવી શકે છે. શનિના દુષ્પ્રભાવના કારણે કુંભ રાશિના લોકો કોઈ મોટી બીમારીની ચપેટમાં આવી શકે છે. તમારા કાર્યમાં ખૂબ મોટી અડચણો આવશે. 


Google NewsGoogle News