ભારતમાં 18 વર્ષ પછી દેખાયું શનિ ચંદ્રગ્રહણ, દિલ્હી-કોલકાતાથી સામે આવી અદભૂત તસવીરો

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
ભારતમાં 18 વર્ષ પછી દેખાયું શનિ ચંદ્રગ્રહણ, દિલ્હી-કોલકાતાથી સામે આવી અદભૂત તસવીરો 1 - image


Image: Facebook

Saturn Lunar Eclipse: ભારતના ઘણા ભાગમાં બુધવાર-ગુરુવારની મધ્યરાત્રિએ શનિનું ચંદ્રગ્રહણ જોવા મળ્યું. આ અદ્ભુત નજારો 18 વર્ષ બાદ જોવા મળ્યો. શનિ ચંદ્રગ્રહણની અદ્ભુત તસવીરો દિલ્હી અને પશ્ચિમ બંગાળથી સામે આવી છે. આ ખગોળીય ઘટનાને વૈજ્ઞાનિકોએ લૂનર ઓકલ્ટેશન ઓફ સેટર્ન કહે છે. તે પહેલા માર્ચમાં ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. 

શનિ ચંદ્રગ્રહણ 24 જુલાઈની મધ્યરાત્રિ 1.30 વાગ્યાથી શરૂ થયું. તેની 45 મિનિટ બાદ 1.45 વાગે ચંદ્રએ શનિ ગ્રહને સંપૂર્ણરીતે ઢાંકી દીધો. પછી 45 મિનિટ બાદ એટલે કે 2.25 વાગે શનિ ગ્રહ ચંદ્રની પાછળથી નીકળતો નજર આવવાનો શરૂ થયો.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર શનિનું ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર શનિને પોતાની ઓટમાં સંતાડી લે છે. શનિ ચંદ્રની પાછળ છુપાયેલો હોવાથી ચંદ્રની બાજુમાંથી શનિના વલયો દેખાય છે. સામાન્યરીતે ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ બાદ થાય છે પરંતુ આવી દુર્લભ ખગોળીય ઘટનાઓનું દ્રશ્ય ઘણા વર્ષો બાદ જોવા મળે છે.

શ્રીલંકા, ચીન અને મ્યાનમારમાં પણ જોવા મળ્યું ચંદ્રગ્રહણ

ભારત સિવાય પાડોશી દેશ શ્રીલંકા, મ્યાનમાર અને ચીનમાં પણ શનિ ચંદ્રગ્રહણ જોવા મળ્યું. આ દેશોમાં તેને જોવાનો સમય ભારતથી અલગ રહ્યો. શનિ ચંદ્રગ્રહણ થવાનું કારણ એ છે કે જ્યારે પોતાની ગતિથી ચાલી રહેલા બંને ગ્રહ રસ્તો બદલે છે તો શનિ ચંદ્રની પાછળથી ઉગતો જોવા મળે છે. તેમાં સૌથી પહેલા શનિના વલયો જોવા મળે છે.


Google NewsGoogle News