શ્રાવણના 29 દિવસ શનિ મહારાજ કુંભ રાશિમાં રહેશે, આ 3 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ
Image:Freepik
Saturn Horoscope Rashifal Shani: આજથી ઉત્તર ભારતમાં શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આ વર્ષે શ્રાવણનો મહિનો 29 દિવસનો છે. આ સમયગાળામાં શનિદેવની ચાલ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિ મહારાજ આ વર્ષે સમગ્ર શ્રાવણ મહિનો એક જ, કુંભ રાશિમાં રહેશે અને વિપરીત ગતિમાં ગોચર કરશે. કુંભ રાશિમાં શનિના ગોચરને કારણે શશા રાજયોગ પણ રચાઈ રહ્યો છે. શનિદેવ પોતાની મૂલત્રિકોણ રાશિમાં સ્થિત હોવાને કારણે કેટલીક રાશિઓ માટે શ્રાવણ મહિનો ખૂબ જ શુભ રહેવાનો છે. તો આવો જાણીએ શનિના કુંભ રાશિમાં ગોચરને કારણે કઈ રાશિઓનું ભાગ્ય બદલાઈ શકે છે, કોને થશે અપાર ધનલાભ....
વૃશ્ચિક
શ્રાવણનો મહિનો શનિની ચાલને કારણે વૃશ્ચિક રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. શનિના શુભ પ્રભાવને કારણે આ રાશિના જાતકોને ઘણા કાર્યોમાં સફળતા મળશે. સમાજમાં વૃશ્ચિક રાશિના લોકોના પદ અને પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો થશે. જોકે નાણાંકીય બાબતોમાં તમારે સમજી-વિચારીને નિર્ણયો લેવા પડશે. આ સમયગાળા દરમિયાન ઘણા નવા રોકાણ વિકલ્પો પણ મળશે.
કન્યા
કન્યા રાશિના જાતકો માટે કુંભ રાશિમાં બેઠેલા શનિદેવ આવનારા શ્રાવણના 29 દિવસોમાં સારા સમાચાર લાવી શકે છે. તમારા જીવનમાં સકારાત્મકતા આવશે. સ્વાસ્થ્યમાં સામાન્ય ઉતાર-ચઢાવ રહેશે તેથી સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. વિદ્યાર્થીઓને પણ કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સિવાય પરિવારના સભ્યો સાથે ફરવા જવાનો પણ પ્લાન બની શકે છે. આર્થિક સ્થિતિ પણ આ તબક્કામાં સારી રહેશે.
કુંભ
આવનારા 29 દિવસ સુધી કુંભ રાશિમાં બેઠેલા શનિ આ રાશિના જાતકો માટે અપાર ફાયદાકારક સાબિત થઈ શકે છે. કુંભ રાશિના લોકોને આર્થિક લાભ થવાની સંભાવના છે. ધંધાર્થી-વેપારીઓને ઘણા સારા રોકાણકારો મળશે. લવ લાઈફમાં કેટલાક ઉતાર-ચઢાવ આવશે, જેને વાતચીત કરીને ઉકેલી શકાય છે. કરિયર લાઈફમાં નવા ટાસ્ક મળશે, સ્વીકારજો કારણકે અંતે તે તમારા વિકાસમાં મદદ કરશે.