Get The App

શનિવારના પાંચ મહાઉપાય: નસીબ સાથ ન આપતું હોય તો રીતે શનિદેવને કરો પ્રસન્ન

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
શનિવારના પાંચ મહાઉપાય: નસીબ સાથ ન આપતું હોય તો રીતે શનિદેવને કરો પ્રસન્ન 1 - image
Image Social Media

Shanidev Upay : સનાતન ધર્મમાં અઠવાડિયાના 7 દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત કરવામાં આવેલા છે. એજ રીતે શનિવાર કર્મફળદાતા શનિદેવને સમર્પિત કરવામાં આવેલો છે. એવી માન્યતા છે કે શનિદેવ વ્યક્તિને તેના કર્મોનું ફળ આપે છે. શનિવારે તમે કેટલાક સરળ ઉપાય કરીને શનિદેવને પ્રસન્ન કરી શકો છો અને જીવનમાં સુખ-શાંતિ મેળવી શકો છો. આવો આજે શનિવારના દિવસે કરી શકાય તેવા ઉપાયો વિશે જાણીએ.

1. આ વસ્તુઓનું દાન કરો

હિંદુ ધર્મમાં દાન એ પુણ્યનું વિશેષ મહત્તવ રહેલું છે. શનિવારના દિવસે કોઈને કહ્યા વગર તલ, કાળો અડદ, તેલ, ગોળ, કાળા કપડાં કે લોખંડનું દાન કરી શકો છો. એવું માનવામાં આવે છે કે, આ કરવાથી શનિદેવની વિશેષ કૃપા બની રહે છે અને જીવનમાં હંમેશા સુખ-શાંતિ રહે છે.

2. નોકરી માટે 

જો તમને ઘણી મહેનત કરવા છતા પણ કોઈ નોકરી નથી મળી રહી, તો શનિવારે પીપળના ઝાડ નીચે 9 દીવા પ્રગટાવો અને પછી પ્રદક્ષિણા કરો. એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી વ્યક્તિને નોકરી મળે છે, અને શનિદેવ હંમેશા પ્રસન્ન રહે છે. 

3. દીવામાં લવિંગ નાખીને પ્રગટાવો

જો તમે આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલા છો, તો શનિવારે દીવો પ્રગટાવતી વખતે દીવામા લવિંગ નાખીની પ્રગટાવો. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે, અને આર્થિક સ્થિતિ સુધારો આવે છે. આ સાથે આર્થિક તંગીમાંથી છુટકારો મળે છે. 

4. શનિ દોષથી છુટકારો મેળવવા માટે

જે લોકોની કુંડળીમાં શનિ દોષ છે, તે લોકોએ શનિવારે  'ઓમ એમ હ્રીં શ્રી શનૈશ્ચરાય નમઃ' મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. તેનાથી શનિ દોષની ખરાબ અસર ઘટી જાય છે. આ મંત્રનો જાપ તમે ઘરે અથવા મંદિરમાં જઈને કરી શકો છો.

5. કાગડા અને કુતરાને રોટલી ખવડાવો

શનિવારના દિવસે શનિદેવની કૃપા મેળવવા માટે કાગડા અને કાળા કૂતરાઓને રોટલી ખવડાવો. એવું માનવામાં આવે છે કે, આવુ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે, અને સદાયે તેમની કૃપા બની રહે છે.


Google NewsGoogle News