વિશ્વમાં સૌથી ઊંચાઈ પર આવ્યું છે ભારતનું આ શિવ મંદિર, જાણો કોણે કરાવ્યું નિર્માણ

દેવભૂમિ ઉતરાખંડમાં સમુદ્રની સપાટીથી 3690 મીટરની ઉંચાઈ પર આવેલું છે આ શિવ મંદિર

પાંડવોએ ભોલેનાથને પ્રસન્ન કરવા માટે નિર્માણ કરાવ્યું છે આ મંદિર

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
વિશ્વમાં સૌથી ઊંચાઈ પર આવ્યું છે ભારતનું આ શિવ મંદિર, જાણો કોણે કરાવ્યું નિર્માણ 1 - image
Image  Envato 

તા. 1 નવેમ્બર 2023, બુધવાર 

Tungnath Shiv Templez Uttarakhand: આમ વિશ્વમાં કેટલાય શિવમંદિરો છે, પરંતુ તેમા દરેક મંદિરની માન્યતા પણ અલગ અલગ હોય છે. જેમા શિવમંદિરોમાંથી દેવભૂમિ ઉતરાખંડમાં સમુદ્રની સપાટીથી 3690 મીટરની ઉંચાઈ પર આવેલું છે તુંગનાથ મંદિર, જે વિશ્વમાં સૌથી ઉંચાઈ પર આવેલુ શિવમંદિર કહેવામાં આવે છે. જ્યા દર વર્ષે કેટલાય શ્રદ્ધાળુઓ ટ્રેકિંગ કરીને ભગવાન શિવના આશિર્વાદ લેવા માટે આવે છે. ઉત્તરાખંડમાં પાંચ કેદાર (કેદારનાથ, મહ્મહેશ્વર, રુદ્રનાથ, તુંગનાથ અને કલ્પેશ્વર ) આવેલા છે. જેમાંથી રુદ્રપ્રયાગ જીલ્લામાં તુંગનાથ મંદિર આવેલુ છે. આ મંદિર ભવ્ય અને અદ્ભૂત સંરચનાથી બનેલુ છે. 

પાંડવોએ ભોલેનાથને પ્રસન્ન કરવા માટે નિર્માણ કરાવ્યું છે આ મંદિર

મંદિર વિશે એવી માન્યતા છે કે, પાંડવોએ ભોલેનાથને પ્રસન્ન કરવા માટે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, કારણ કે કુરુક્ષેત્રમાં ભયંકર નરસંહાર થયો હોવાથી ભોલેનાથ પાંડવોથી નારાજ હતા. એટલા માટે પાંડવોને દર્શન આપવા નહોતા માંગતા, પરંતુ પાંડવો શોધતા શોધતા અહીં પહોચી ગયા. જે સ્થળો પર ભોલેનાથ પાંડવોથી સંતાઈ જે સ્થળો પર ગયા તે જગ્યા પર પંચ કેદાર બની ગયા છે, જેમાથી ભોલેનાથની ભુજાઓની પુજા તુંગનાથમાં થાય છે. 

દિવાળી પછી 6 મહિના માટે કપાટ બંધ કરી દેવામાં આવે છે

અહીં શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થાય છે. આ સાથે દર વર્ષે વૈશાખી પર્વ પર મંદિરના કપાટ ખોલવાની તિથિ જાહેર કરવામાં આવે છે અને દિવાળી પછી 6 મહિના માટે કપાટ બંધ કરી દેવામાં આવે છે. જેના પછી 6 મહિના મક્કુમઠમાં પુજા થાય છે. 

કેવી રીતે પહોચાય છે તુંગનાથ મંદિર

ઋષિકેશથી લગભગ 140 કિમી પહાડોના રસ્તે પર રુદ્રપ્રયાગ પહોચવું અને ત્યાથી 70 કિમી દુર ઉખીમઠ થઈને ચોપતા રસ્તા સુધી પહોચવાનું હોય છે.  ચોપતાથી સાડા ત્રણ કિલોમીટરના ચઢાણ પાર કરીને મંદિરમાં પહોચી શકાય છે. અહીં પહોચવા માટે નજીકમાં ઋષિકેશ તેમજ દહેરાદુન રેલવે સ્ટેશન આવેલ છે. અહીં હવાઈ મુસાફરીની સુવિધા નથી.  



Google NewsGoogle News