ઘરે તુલસીના છોડમાં અચાનક આવે આ ફેરફાર તો મળશે શુભ સંકેત, લક્ષ્મીજીની મળશે વિશેષ કૃપા
હિન્દુ ધર્મમાં કરવામાં આવે છે તુલસીના છોડની પૂજા
તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે
Image Twitter |
ધાર્મિક દ્દષ્ટિએ તુલસીના છોડનું અનેક રીતે મહત્વ રહેલુ છે. આ સાથે આયુર્વેદમાં પણ તુલસીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતા પ્રમાણે ઘરમાં ઉગેલો તુલસીનો છોડ સુકાઈ જવો અથવા તુલસી ઉગવા નહીં આ અશુભ સંકેત માનવામાં આવે છે. બરોબર એજ પ્રકારે તુલસીનો છોડ કેટલાક શુભ સંકેત પણ આપે છે, જે દ્વારા સમજી શકાય છે કે વ્યક્તિના જીવનમાં અપાર ખુશીઓ અને સુખ- સંપતિ આવવાની છે.
તો સમજો કે માં લક્ષ્મીની કૃપા વરસવાની છે
જ્યારે તમારા ઘરમા તુલસીનો છોડ અચાનક લીલો થઈ જાય તો તેને એક મહત્વનો સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે, તમારા ઘરમાં જલ્દીથી કોઈ ખુશખબરી આવવાની છે. આટલુ જ નહીં તુલસીનો છોડ લીલો થવાનો અર્થ છે કે, સાધકને માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થઈ શકે છે.
ધનના લાભનો સંકેત
જો તમારી ઘરમા તુલસીની આસપાસ નાના-નાના લીલા છોડ ઉગવા લાગે તો, આ ઘરમાં ખુશીઓ આવવાનો સંકેત આપે છે. તેનો અર્થ એ કે માં લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને તમને અચાનક કોઈ ધન લાભ થવાનો છે. તેની સાથે તુલસીની આસપાસ દુર્વા ઉગી નીકળે તો અતિ શુભ માનવામાં આવે છે. તુલસી પાસે દુર્વાનું ઉગવું એ પણ ધન લાભ થવાનો સંકેત છે.
તુલસી પર મંજરી ઉગવા લાગે તો આ કામ કરો
તુલસીની સાથે સાથે તુલસી પર ઉગતી મંજરીથી પણ વિશેષ લાભ મળે છે. જ્યારે તુલસી પર મંજરી આવવા લાગે તો આ ધન- સમૃદ્ધિ માટેનો સંકેત છે. તુલસીમાં મંજરી ઉગવા પર ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની પૂજા દરમિયાન અર્પણ કરવી જોઈએ. તેનાથી ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.