રક્ષાબંધનની આ શ્રાવણ પૂનમ છે ખાસ, ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠશે, જાણો સ્નાન-દાનનો મહિમા

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
Raksha bandhan Muhurat

Shravan Purnima Raksha Bandhan: હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસની પૂનમનું અત્યંત મહત્ત્વ છે. આ દિવસે ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધનની પણ ઉજવણી કરવામાં આવે છે.  આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ, માતા લક્ષ્મી, ચંદ્રદેવ અને ભોલેનાથની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે શ્રાવણ માસની પુનમ 19 ઓગસ્ટે ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેની સાથે જ જીવનમાં શુભ સંકેતોનું આગમન પણ થાય છે.

પૂનમે શું કરશો?

શ્રાવણ માસની પૂનમ અર્થાત રક્ષાબંધનના દિવસે સૌ પ્રથમ વહેલાં ઉઠીને સ્નાન કર્યા બાદ જળનું દાન કરવું જોઈએ અને ચંદ્રને પણ જળ અર્પણ કરવું જોઈએ, કારણ કે તેના વિના પૂર્ણિમાનું વ્રત પૂર્ણ થતું નથી, આ દિવસે દાન કરવાનો પણ મહિમા છે. તો ચાલો જાણીએ શુભ સમય...

આ પણ વાંચોઃ રક્ષાબંધન પર આ ત્રણ વસ્તુઓથી કરો ભાઈનું તિલક, દરેક ક્ષેત્રે મળશે સફળતા

હિન્દુ કેલેન્ડર મુજબ, આ વર્ષે શ્રાવણ મહિનાની પૂનમ 19 ઓગસ્ટ 2024ના રોજ આવી રહી છે. તિથિ 19 ઓગસ્ટના રોજ સવારે 3.43 કલાકે શરૂ થશે અને 11:55 વાગ્યા સુધી માન્ય રહેશે. આ દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે. આવી સ્થિતિમાં આ તિથિ પર બને તેટલી પૂજા કરવાનો પ્રયાસ કરો.

શ્રાવણની પૂર્ણિમા 2024 શુભ યોગ

જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર,  આ દિવસે સ્નાન કરવાનો શુભ સમય બ્રહ્મ મુહૂર્તમાં સવારે 04.25 થી 05.09 સુધીનો રહેશે. આ સાથે સવારે 05:53 થી 08:10 સુધી સ્નાન પણ કરી શકાય છે. આ સિવાય આ દિવસે પૂજાનો શુભ સમય સવારે 01:53 થી 08:10 સુધીનો રહેશે.

આ શ્રાવણ માસની પૂનમે ખાસ ખગોળીય ઘટના પણ બનવાની છે. 19 ઓગસ્ટની રાત્રે આકાશમાં ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠશે. બ્લૂ મૂનનો શુભ યોગ દેખાવાનો છે. બ્લૂ મૂન અર્થાત આ દિવસે ચંદ્ર અન્ય દિવસોની તુલનાએ સૌથી વધુ મોટો અને તેજસ્વી દેખાશે. આ દિવસે ચંદ્ર કુંભ રાશિમાં ગોચર કરશે. ચંદ્રનો સ્વામી શિવ અને કુંભ રાશિનો સ્વામી શનિદેવ હોવાથી ઘણી રાશિને લાભ થવાનો સંકેત છે.

રક્ષાબંધનની આ શ્રાવણ પૂનમ છે ખાસ, ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠશે, જાણો સ્નાન-દાનનો મહિમા 2 - image


Google NewsGoogle News