Baby Girls Name on Sita: પોતાની દીકરી માટે પસંદ કરો માતા સીતાના આ નામ, જાણો તેના અર્થ પણ
હિન્દુ ધર્મમાં વ્યક્તિના નામનું વિશેષ મહત્વ રહેલું છે
આધ્યાત્મિક નામ રાખવાથી મળી શકે છે સંતાનને લાભ
Image Social Media |
હિન્દુ ધર્મમાં આપણા બાળકોના નામ કોઈ આધ્યાત્મિક અથવા દેવી- દેવતાઓના નામ પરથી રાખવા શુભ માનવામાં આવે છે. માતા સીતાને ભગવાન રામની અર્ધાગિનીના રુપે ઓળખાય છે. એવામા સીતાજી સાથે જોડાયેલ કેટલાક નામ તમારી દીકરી માટે પસંદ કરી શકો છો. આ નામો પણ એક ખાસ મહત્વ ધરાવે છે. આ નામ પાછળ વિશેષ અર્થ રહેલો છે. આવો જાણીએ કે દીકરીઓ માટેના નામ અને તેનો અર્થ.
દીકરીઓ માટે માતા સીતાના નામ
જાનકી
રાજા જનકની દીકરી હોવાથી માતા સીતીનું એક નામ જાનકી પણ છે. આ નામ જેટલું આધ્યાત્મિક છે તેટલું પ્રેમ ભરેલું છે. તેથી તમે પણ તમારી દીકરીનું નામ જાનકી રાખી શકો છો.
લક્ષાકી
લક્ષાકી માતા સીતાનું જ એક નામ છે. તેનો અર્થ થાય છે- લક્ષ્મી સ્વરુપા. એટલે આ નામ પણ તમારી દીકરીનું રાખી શકાય છે.
મૈથિલી
માતા સીતાને મિથિલાના હતા એટલે તેમને મૈથિલી પણ કહેવામાં આવે છે. તમારી દીકરીના નામ માટે સીતા માતાનું આ નામ રાખી શકાય છે.
વૈદેહી
રાજા જનકને વિદેહના નામે પણ ઓળખાય છે. એટલે સીતાજી તેમના પુત્રી હોવાના કારણે વૈદેહી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે તમારી દીકરીનું નામ વૈદેહી રાખી શકાય.
સિયા
માતા સીતાજીને સિયા નામથી પણ ઓળખવામાં આવે છે. આ નામ બહુજ પ્રચલિત છે. એટલે તમે તમારી દીકરીનું નામ સિયા રાખી શકો છો.
વાનિકા
ભગવાન રામ સાથે માતા સીતા પણ 14 વર્ષ વનવાસ કર્યો હતો. વનમાં રહેવાના કારણે તેમને વાનિકા નામથી ઓળખવામાં આવે છે. આ નામ તમારી દીકરી માટે સારુ રહેશે.