વાંચો તમારું 27 સપ્ટેમ્બર, 2022નું રાશિ ભવિષ્ય
મેષ : રાજકીય- સરકારી કામમાં, કોર્ટ કચેરીના કામમાં વ્યસ્તતા જણાય. હરીફ વર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે.
વૃષભ : આપની બુદ્ધિ- મહેનત અનુભવ, આવડતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં લાભ- ફાયદો જણાય.
મિથુન : હૃદય- મનની વ્યગ્રતા બેચેનીના લીધે કામમાં મન લાગે નહીં. જમીન- મકાન વાહનના કામમાં સાવધાની રાખવી પડે.
કર્ક : આપના યશ- પદ- ધનમાં વધારે થાય તેવી કાર્યરચના થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. નોકર- ચાકર વર્ગનો સાથ- સહકાર રહે.
સિંહ : કૌટુંબિક- પારિવારિક- સામાજિક વ્યવહારિક કામકાજ અંગે આપને દોડધામ- ખર્ચ જણાય, પરંતુ કામનો ઉકેલ આવતા આનંદ રહે.
કન્યા : મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો ચર્ચા- વિચારણા કરી લઈ શકો. અગત્યના કામકાજ અંગે મિલન- મુલાકાત થાય.
તુલા : કોર્ટ- કચેરીના કામમાં, રાજકીય સરકારી- ખાતાકીય કામમાં આપને રૂકાવટ મુશ્કેલી જણાય, ઉતાવળમાં આવી જવું નહીં.
વૃશ્ચિક : સંતાનના પ્રશ્ને આપની ચિંતા પરેશાની ઓછી થાય, તેના કામનો ઉકેલ આવવાથી રાહત રહે. પરદેશના કામ થાય.
ધન : સગા- સંબંધી મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા દોડધામ અનુભવાય ધીમે ધીમે કામનો ઉકેલ આવતા રાહત થતી જાય.
મકર : નોકરી- ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સહકાર્યકર વર્ગ, નોકર ચાકર વર્ગનો સાથ- સહકાર મળી રહે.
કુંભ : કોઈના દોરવાયા દોરવાઈ જઈને કોઈ કામ કરવું નહીં. કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. નાણાંકીય લેવડદેવડમાં ધ્યાન રાખવું.
મીન : અગત્યના કામકાજનો ઉકેલ આવતા આનંદ અનુભવો. રાજકીય- સરકારી કામમાં આપને સાનુકૂળતા મળી રહે.
- અગ્નિદત્ત પદમનાભ