વાંચો તમારું 26 ઓગસ્ટ, 2024નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કામમાં સાનુકુળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવકમાં વધારો જણાય.
વૃષભ : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ અનુભવો. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થાય.
મિથુન : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ અનુભવો. ધર્મકાર્ય માટે ખર્ચ-ખરીદી જણાય.
કર્ક : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં દોડધામ શ્રમમાં ઘટાડો જણાય. વાણીની સંયમતા રાખવી.
સિંહ : દિવસના શરૂઆતથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું થાય. દોડધામ શ્રમમાં વધારો જણાય.
કન્યા : અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઇ શકે. કામનો ઉકેલ આવતો જાય. ધર્મકાર્ય શુભકાર્ય થઇ શકે.
તુલા : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી બેચેનીનો અુભવ થાય. કામકાજ કરવાની ઇચ્છા થાય નહીં. અનિચ્છાએ કામ કરવું પડે.
વૃશ્ચિક : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહો. આપના કાર્યમાં અન્યનો સાથ મળી રહે.
ધન : આપના કાર્યની સાથે બીજુ કોઈ કાર્ય આવી જતાં, સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર દોડધામ શ્રમમાં વધારો થાય.
મકર : આપના કામમાં પુત્ર-પૌત્રાદિકનો સાથ સહકાર મળી રહે. વાણીની મીઠાશથી કામકાજમાં સરળતા જણાય.
કુંભ : આપના કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલીનો અનુભવ થાય. ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં.
મીન : આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. ધર્મકાર્ય શુભકાર્ય થવાથી પ્રસન્નતા અનુભવો.
- અગ્નિદત્ત પદમનાભ