Get The App

વાંચો તમારું 25 નવેમ્બર, 2024નું રાશિ ભવિષ્ય

Updated: Nov 24th, 2024


Google NewsGoogle News
વાંચો તમારું 25 નવેમ્બર, 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરી લેવો.

વૃષભ : જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ-તેમ આપને રાહત થતી જાય. રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ લાવી શકો.

મિથુન : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. આપના ગણત્રી-ધારણા અવળાં પડતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. માતૃપક્ષની ચિંતા રહે.

કર્ક : આપના કાર્યમાં ભાઈભાંડુનો સાથ સહકાર મળી રહે. ધંધામાં નોકરીમાં કોઈ નવી તક પ્રાપ્ત થાય. મિલન-મુલાકાત થાય.

સિંહ : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો મળી રહે.

કન્યા : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા રહ્યા કરે.

તુલા : કોર્ટ-કચેરીને લગતા કામમાં આપને પ્રતિકૂળતા જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાંણાભીડનો અનુભવ થાય.

વૃશ્ચિક : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહે. કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય. સંતાનની ચિંતા ઓછી થાય.

ધન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈ ને કોઈ કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ-શ્રમના લીધે થાય જણાય.

મકર : આપના કાર્યમાં ધીરે-ધીરે સાનુકૂળતા થતી જાય. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે. આનંદ રહે.

કુુંભ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. વાદ-વિવાદ-ગેરસમજથી દૂર રહેવું.

મીન : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News