Get The App

વાંચો તમારું 23 ડિસેમ્બર, 2024નું રાશિ ભવિષ્ય

Updated: Dec 22nd, 2024


Google NewsGoogle News
વાંચો તમારું 23  ડિસેમ્બર, 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના કાર્યમાં હરિફવર્ગ- ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

વૃષભ : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછા થાય.

મિથુન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં.. જમીન-મકાન-વાહનના કામમાં મુશ્કેલી પડે.

કર્ક : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આપને આનંદ જણાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ રહે.

સિંહ : આપને બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાનુકૂળતા રહે. કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સામાજિક કામ રહે.

કન્યા : આપના અગત્યના કામનો ઉકેલ આવતા આનંદ અનુભવો. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આવક જણાય.

તુલા : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે સાવધાની રાખવી પડે. નાંણાકીય જવાબદારીવાળા કામમાં ઉતાવળ કરવી નહીં.

વૃશ્ચિક : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનનો સાથ-સહકાર મળી રહે.

ધન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થાય.

મકર : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. સહકાર્યકર વર્ગ- નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે.

કુંભ : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં મુશ્કેલી જણાય.

મીન : આપના કામકાજ અંગે ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થવાથી આનંદ જણાય. કામમાં અન્યનો સહકાર મળી રહે.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News