Get The App

વાંચો તમારું 22 ઓગસ્ટ, 2024નું રાશિ ભવિષ્ય

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
વાંચો તમારું 22 ઓગસ્ટ, 2024નું રાશિ ભવિષ્ય 1 - image


 મેષ : રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપને રૂકાવટ મુશ્કેલી જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણા ભીડ રહે.

વૃષભ : આપના કાર્યમાં આકસ્મિક સરળતા મળી રહેતા. કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

મિથુન : દિવસ દરમ્યાન આપે સતત કોઈ ને કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન- મકાન વાહનના કામમાં સાનુકુળતા રહે.

કર્ક : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. ધંધામાં નવી ઘરાકી આવી જાય.

સિંહ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી બેચેની તબીયતની અસ્વસ્થતા જેવું લાગ્યા કરે. કામ કરવાની ઇચ્છા થાય નહીં.

કન્યા : આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું બને. અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવાય.

તુલા : આપના કામમાં હરિફવર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.

વૃશ્ચિક : આપની બુદ્ધિ-અનુભવ આવડત મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.

ધન : આપ હરો- ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. કામકાજમાં પ્રતિકૂળતા જણાય.

મકર : આપના યશ- પદ- ધનમાં વધારો થાય તેવી કાર્ય રચના થવાથી આનંદ રહે. નોકર- ચાકરવર્ગનો સાથ સહકાર રહે.

કુંભ : આપના કાર્યમાં સાનુકુળતા રહે. સીઝનલ- ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ ફાયદો મળી રહે.

મીન : આપના મહત્વના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. અગત્યના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય. આનંદ રહે.

- અગ્નિદત્ત પદમનાભ



Google NewsGoogle News