વાંચો તમારું 21 એપ્રિલ, 2025નું રાશિ ભવિષ્ય
મેષ : નોકરી-ધંધાના કામકાજ અંગે દોડધામ-શ્રમ અનુભવાય. જમીન-મકાન-વાહનના કામકાજ થઈ શકે. ખર્ચ જણાય.
વૃષભ : ધીમે ધીમે આપને રાહત-શાંતિ થતાં જાય. આપના કામમાં વ્યસ્ત થતાં જાવ. નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે.
મિથુન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. સીઝનલ-વાયરલ બીમારીથી આપે સંભાળવું પડે.
કર્ક : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. મહત્વના કામનો ઉકેલ લાવી શકો. અગત્યના નિર્ણય લઈ શકાય.
સિંહ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો જણાય.
કન્યા : ધીમે ધીમે આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ-ફાયદો રહે.
તુલા : આપના કામમાં પ્રતિકૂળતા રહે. આપે આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો.
વૃશ્ચિક : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવું પડે.
ધન : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક- કામકાજ જણાય. ધીમે ધીમે કામનો ઉકેલ આવતો જવાથી રાહત અનુભવાય.
મકર : આપના ધાર્યા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ જણાય. રાજકીય-સરકારી કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે.
કુંભ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. મોસાળપક્ષે - સાસરી પક્ષે ચિંતાનું આવરણ આવી જાય.
મીન : આપના કાર્યમાં આકસ્મિક-સરળતાને લીધે આનંદ અનુભવો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ-ફાયદો થાય.
- અગ્નિદત્ત પદમનાભ