વાંચો તમારું 18 નવેમ્બર, 2024નું રાશિ ભવિષ્ય
મેષ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આપને આનંદ રહે. સહકાર્યકરવર્ગ - નોકર- ચાકરવર્ગનો સાથ- સહકાર મળી રહે.
વૃષભ : આપના કામમાં સાનુકુળતા મળી રહે. આપના કાર્યની સાથે સામાજિક- વ્યવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. આનંદ રહે.
મિથુન : માનસિક પરિતાપ છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. રાજકીય - સરકારી કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે.
કર્ક : આપને કામમાં પ્રતિકુળતા જણાય. કોર્ટ- કચેરીના પ્રશ્ને આપે ઉતાવળ કરવી નહીં. નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી.
સિંહ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતાથી આપના કામનો ઉકેલ આવતો જાય. આપના દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય.
કન્યા : આપના કાર્યની સાથે સામાજિક- વ્યવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. જમીન- મકાન- વાહનના કામકાજ થાય.
તુલા : દિવસ પસાર થાય તેમ કામકાજમાં સાનુકૂળતા થતી જાય. દેશ-પરદેશના કામમાં, આયાત- નિકાસના કામમાં પ્રગતિ જણાય.
વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી- બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતાને લીધે કામકાજ કરવાની ઇચ્છા થાય નહીં.
ધન : આપના કાર્યમાં સાનુકૂળતા જણાય. અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મિલન- મુલાકાતથી આનંદ અનુભવાય.
મકર : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર - દોડધામ - શ્રમમાં વધારો થાય.
કુંભ : આપના રૂકાવટ વિલંબમાં અટવાઇ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના કામકાજ અંગે વ્યસ્તતા જણાય.
મીન : હૃદય-મનની વ્યગ્રતા- બેચેનીના લીધે કામમાં મન લાગે નહીં. જમીન - મકાન વાહનની લે-વેચના કામમાં ઉતાવળ કરવી નહીં.
- અગ્નિદત્ત પદમનાભ