વાંચો તમારું 17 સપ્ટેમ્બર, 2023નું રાશિ ભવિષ્ય
મેષ : બીજું કોઈ કામ આવી જવાથી, સહકર્મીનુંકામ આવી જવાથી આપના કાર્યભાર દોડધામ શ્રમ ખર્ચ વધે.
વૃષભ : આપના કાર્યમાં આકસ્મિક સરળતા સાનુકુળતા આવી જાય. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.
મિથુન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ-રાહત જણાય નહીં. ઉત્સાહ ઉદ્વેગ રહ્યા કરે.
કર્ક : અડોશ-પડોશના કામકાજ અંગે વ્યસ્ત રહેવાનું બને. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ અનુભવો.
સિંહ : કુટુંબ પરિવાર સાથે આનંદ ઉત્સાહમાં દિવસ પસાર કરી શકો. સીઝનલ ધંધામાં આવક જણાય. પરિવાર મદદરૂપ થાય.
કન્યા : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં સંસ્થાકીય કામમાં કે અન્ય કામમાં વ્યસ્ત રહેવું પડે. હર્ષ લાભ રહે.
તુલા : આપના કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. મોસાળપક્ષમા સાસરીપક્ષની ચિંતા રહે. ખર્ચ જણાય ઉચાટ ઉદ્વેગ રહે.
વૃશ્ચિક : આપના કામની કદર પ્રસંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની દૂર થાય.
ધન : દિવસ દરમ્યાન આપે સતત કોઇને કોઈ કામ અંગે દોડધામ કરવી પડે. જમીન-મકાન-વાહનના કામ થાય.
મકર : જૂના મિત્ર કે સ્વજન સ્નેહીની આકસ્મિક મુલાકાતથી આનંદ-ઉત્સાહ અનુભવો. કામકાજમાં સાનુકુળતા રહે.
કુંભ : કૌટુંબિક પારિવારીક પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય. વાદ-વિવાદ ગેરસમજ મનદુ:ખથી સંભાળવું પડે.
મીન : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે.
- અગ્નિદત્ત પદમનાભ