Get The App

વાંચો તમારું 17 માર્ચ, 2023નું રાશિ ભવિષ્ય

Updated: Mar 16th, 2023


Google NewsGoogle News
વાંચો તમારું 17 માર્ચ, 2023નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ-તેમ આપ વધુને વધુ કામમાં વ્યસ્ત થતાં જાવ. કામનો ઉકેલ આવતાં રાહત રહે.

વૃષભ : દિવસનો પ્રારંભ સુસ્તી-બેચેનીથી થાય. પરંતુ જેમ દિવસ પસાર થતો જાય તેમ  આપને રાહત થતી જાય. વ્યસ્ત થતાં જાવ.

મિથુન : આપને જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ-તેમ પ્રતિકૂળતાનો અહેસાસ થતો જાય. વાહન ધીરે ચલાવવું.

કર્ક : આપના કાર્યમાં અન્વયે સાથ સહકાર પ્રાપ્ત કરી શકો, મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.

સિંહ : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. નાંણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી.

કન્યા : આપને દિવસના પ્રારંભે ઉચાટ-ઉદ્વેગ જણાય. દિવસ પસાર થતો જાય તેમ રાહત થતી જાય. કામનો ઉકેલ આવતો જાય.

તુલા : આપને દિવસ પસાર થતો જાય તેમ ઉચાટ-ઉદ્વેગ થતાં જાય. કામમાં મન લાગે નહીં. વિચારે ચઢી જાય.

વૃશ્ચિક : આપના કામમાં ધીમે-ધીમે સાનુકૂળતા થતી જાય. આપના કામની કદર-પ્રશંસા થાય. આડોશ-પાડોશનું કામ રહે.

ધન : આપના કામમાં સાનુકૂળતા જણાય, ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક થાય. લાભ-ફાયદો જણાય.

મકર : જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ-તેમ આપને સાનુકૂળતા થતી જાય. વિલંબમાં પડેલ કામનો ઉકેલ આવે.

કુંભ : પ્રારંભિક સાનુકૂળતા બાદ આપને કામમાં પ્રતિકૂળતા રહે. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં.વાણીની સંયમતા રાખવી.

મીન : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના કામનો ઉકેલ આવતો જાય. આપની દોડધામ-શ્રમમાં ઘટાડો થાય.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News