વાંચો તમારું 16 ડિસેમ્બર, 2024નું રાશિ ભવિષ્ય
મેષ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળતા રાહત રહે.
વૃષભ : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સરળતા જણાય. કામનો ઉકેલ આવતો જાય.
મિથુન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
કર્ક : આપને કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે સાવધાની રાખવી પડે.
સિંહ : આકસ્મિક સાનુકૂળતા મળી રહેવાથી આપના કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. પરદેશના કામકાજમાં પ્રગતિ જણાય.
કન્યા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનુ બને. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.
તુલા : નોકરી-ધંધાના કામકાજ અર્થે બહાર કે બહારગામ જવાનું બને. સહકાર્યકર વર્ગ- નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે.
વૃશ્ચિક : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં.
ધન : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.
મકર : પ્રારંભિક પ્રતિકૂળતા બાદ આપને ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય. જોકે વાદ-વિવાદ- ગેરસમજ- મનદુ:ખથી સંભાળવું પડે.
કુંભ : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતના આધારે કામનો ઉકેલ લાવી શકો. સંતાનના કામ અંગે વ્યસ્તતા રહે.
મીન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં ઉતાવળ કરવી નહીં.
- અગ્નિદત્ત પદમનાભ